Abtak Media Google News

વિદેશી કામદારો માટે સાઉદી અરેબિયાએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કામદારોને સાઉદીમાં તેમની નોકરી બદલવાની સ્વતંત્રતા મળશે.

સાઉદી અરેબિયાના માનવ સંસાધન મંત્રાલયે અગત્યની જાહેરાત કરી છે. સાઉદીના આ નિર્ણયનો અમલ આવતા વર્ષે માર્ચથી કરવામાં આવશે. હવે વિદેશી કામદારો એમ્પ્લોયરની પરવાનગી વિના સાઉદી અરેબિયા છોડી શકે છે. સાઉદીએ લેબર માર્કેટને આકર્ષક બનાવવા માટે આ નિર્ણય લીધો છે.

એમ્પ્લોયર કોઈના વિઝા રાખી શકશે નહીં. સાઉદી અરેબિયામાં કફલા સિસ્ટમ પ્રચલિત છે. જે અંતર્ગત વિદેશી કામદારોને નોકરી બદલવાની મંજૂરી આપવી કે નહીં? અને દેશ છોડી જવાની મંજૂરીની સત્તા નોકરીએ રાખનારને અપાઈ છે.
જેથી કામદારી નોકરી આપનારની ઇચ્છા પર નિર્ભર રહેતા હોય છે. આવા સંજોગોમાં કામદારો સાથે શોષણ પણ થતું હોવાના કિસ્સા સામે આવે છે. કફલા સિસ્ટમમાં આ સુધારાથી એક કરોડ વિદેશી કામદારોને લાભ થશે જે સાઉદી અરેબિયાની કુલ વસ્તીનો ત્રીજો ભાગ છે.

કફલામાં થયેલ સુધારણા સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના વિજન 2030નો ભાગ છે. સલમાન ઈચ્છે છે કે વિદેશી રોકાણકારો અને ખાનગી ક્ષેત્રના વિસ્તરણ માટે સાઉદી અરેબિયા એક મહત્વપૂર્ણ સ્થળ બને, અને તેલ પર સાઉદી અર્થવ્યવસ્થાની નિર્ભરતા ઘટાડવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.