Abtak Media Google News

જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિયેશનના પ્રમખુની આજરોજ ચૂંટણી યોજાઈ હતું છે જેમાં અસોસિયેશનના ઉપપ્રમુખ તરીકે ૧૫ વર્ષ સુધી રહી ચુકેલા જયંતિભાઇ રામોલિયા ચૂંટાઇ આવ્યા હતા.

નોંધનીય છે કે, જેતપુરના ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિયેશન સાથે લગભગ તમામ કારખાનાઓ જોડાયેલા છે. અહીંનો ડાઇંગ અને પ્રિન્ટીંગ વ્યવસાય સમગ્ર ગુજરાતમાં જાણીતો છે છેલ્લા છ-આઠ મહિનાથી એસોસિયેશનની કામગીરી કમીટી મેમ્બર ચલાવી રહ્યા છે. સૌ પ્રથમ રાજુભાઇ હિરપરા જેઓએ એસોસિયેશનના પ્રમુખ તરીકે ૧૫થી ૨૦ વર્ષ સુધી સેવા આપેલી. ત્યારબાદ સર્વાનુમતે ભાવિકભાઇ વૈષ્ણવે છ મહિના એસોસિયેશનની કામગીરી સંભાળેલ. પરંતુ અંગતકારણોસર તેઓએ પણ છેલ્લા ઘણા સમયથી રાજીનામુ ધરી દીધુ છે ત્યારે હાલ છ-આઠ મહિનાથી કમીટી ચેમ્બર્સ એસોસિયેશનની કામગીરી સંભાળી રહ્યા છે. ત્યારે આજરોજ યોજાયેલી ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિયેશના પ્રમુખની ચુંટણીના જયંતિભાઇ રામોલિયા ચુંટાઇ આવ્યા હતા. તેઓ કાલથી જ કાર્યભાર સંભાળી લેશે તેવું પણ જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.