Abtak Media Google News

 એપલ ને પાછળ છોડી કંપનીની વેલ્યુ 2.42 ટ્રિલિયન ડોલરએ પહોંચી

કોરોના ની કપરી પરિસ્થિતિ બાદ સમગ્ર વિશ્વમાં અર્થ વ્યવસ્થાને ઘણી મારી અસરનો સામનો કરવો પડ્યો છે પરંતુ જેમ-જેમ પરિસ્થિતિ સ્થિર થઈ રહી છે તેમ તેમ કંપનીની આર્થિક સ્થિતિમાં પણ ઘણો ઘણો સુધારો જોવા મળ્યો છે. આ તકે આરએમકો કંપની વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની તરીકે પ્રસ્થાપિત થઇ છે અને તેની નેટ વેલ્યુ 2.42 ટ્રીલિયન ડોલરે પહોંચી છે તે ખરા અર્થમાં ખૂબ જ સારી વાત કહી શકાય. કંપનીએ વિશ્વમાં મૂલ્યવાન કંપની નો વિરોધ હાસલ કરી એપલને પણ પાછળ છોડી દીધી છે ત્યારે હાલ એપલની વેલ્યુ 2.37 ટ્રિલિયન ડોલર જેટલી નોંધાઈ છે.
એપલ ની માંગ વધતા તેની વેલ્યુ માં પણ વધારો જોવા મળ્યો છે પરંતુ લોકડાઉનના કારણે તેની આરતી વ્યવસ્થાને ઘણી તકલીફ પડી છે. તરફ એપલે એ વાતની પણ માહિતી આપતા જણાવ્યું હતું કે ચાઇના માં જે વિતરણ વ્યવસ્થા ખોરવાઈ તેનાથી પણ કંપનીને ઘણી ખરી અસરનો સામનો કરવો પડ્યો છે પરંતુ કોવિડના સમયમાં આરએમકો કંપની ની વેલ્યુ પ્રતિદિવસ વધવા લાગી હતી અને 2021માં ૧૨૪ ટકાનો ઉછાળો નોંધાયો હતો. રશિયા યૂક્રેન ની યુદ્ધની સ્થિતિ વધારે પણ આ કંપનીએ પોતાનું આધિપત્ય સ્થાપી રાખ્યું છે અને આગામી સમયમાં પણ કંપનીમાં અનેક ફેરફારો થવાથી આર્થિક વૃદ્ધિ સતત જોવા મળશે.
કંપનીના સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ હાલ આરામકો ક્રૂડ ઓઈલનું ઉત્પાદન ખૂબ ઝડપી અને વધુ ને વધુ કરી રહ્યું છે જેથી વિશ્વમાં કોઇપણ સમયે તેની અછતના સર્જાય અને તેમની વિતરણ વ્યવસ્થા પણ સુચારુ રૂપથી ગોઠવવામાં આવે. હાલ વિશ્વમાં જે અર્થ વ્યવસ્થા ડામાડોળ થઇ છે તેનાથી વપરાશ પણ ઘટાડો જોવા મળ્યો છે પરંતુ હાલ કંપની પાસે પૂરતા પ્રમાણમાં કરોડનો જથ્થો હોવાથી તે આવનારા સમયમાં સમગ્ર દેશ અને વિશ્વ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.