Abtak Media Google News

ઉનાળામાં પાણીની તંગીના માહોલમાં પાઈપમાંથી પાણી ચોરી ખેતી કરનારા સામે તંત્રની તવાય

ઉનાળાના અંતિમ દિવસો ચાલી રહ્યા છે મોટાભાગના જળાશયોમાં પાણી ખૂટી રહ્યું છે ત્યારે પીવાના પાણી માટે લોકોને હાડમારી ન થાય તે માટે તંત્ર આકાશ પાતાળ એક કરી રહી છે ત્યારે મુળી પંથકમાં પીવાના પાણીની પાઈપ લાઈનમાંથી ચોરી થતી હોવાની બાતમીના આધારે પાણી ચોર તત્વો સામેધરતી એન્જિનિયર અમદાવાદ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મુળી અને મુળી પોલીસ સ્ટેશન ની ટીમે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી પાણી ચોરતા તત્વો વિરુદ્ધ પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી કરવામાં આવી હતી

પાણી ચોરીના દૂષણને અટકાવવા માટે રાજકોટ રેન્જનાયબ પોલીસ મહાનિર્દેશક સંદીપ સિંહ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત દ્વારા સુરેન્દ્રનગર પંથકમાં પાણીપુરી અટકાવવા માટે અસરકારક કામગીરી ના આદેશ આપતા નાયબ પોલીસ અધિક્ષક એચ.પીદોશી મુળી પીએસઆઇ એસ જી ગોહિલ, જે પીજાડેજા  એ હાથ ધરાયેલી ચેકિંગ દરમિયાન દાણાવાળા, ખાટડી, રામપરા ગામની સીમમાંથી પસાર થતી પીવાની પાણીની પાઇપલાઇનમાં એર વાલ માંથી ગેરકાયદેસર કનેક્શન લઈ પીવાના પાણીનો સપ્લાય માટે ઉપયોગ કરી પાણીનો બગાડ કરી ખેતી માટે પાણી ચો રી થતી હોવાનું બહાર આવતાં સરકારની પાઇપલાઇનને નુકસાન અને પીવાના પાણીની ચોરી અંગે રોજકામ કરી જયપાલ ભાઈ રમેશભાઈ બારડ ની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી અને દાણાવાળા ગામના રહેવાસીભીખા જગજીવન , જીતેન્દ્ર પારઘી, રણછોડ મશરૂ ભાથા મોહન અને ઈશ્વર વિઠ્ઠલ મયુરભાઈ સંચાલીત ગૌશાળા , પ્રતાપ ભાંભરા જયદેવસિંહ રાણા વિરુદ્ધ ગુનો નોંધી પીએસઆઇ એસ.જી ગોહેલ જી પી જાડેજા મુળી પોલીસ,મુળી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને ધરતી એન્જિનિયરિંગ અમદાવાદ ની ટીમે આ અંગેની કામગીરી હાથ ધરતા મુળીપંથકના પાણી ચોર તત્વોમાં ફફડાટ ફેલાયો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.