Abtak Media Google News

સર જાડેજા આઇપીએલની પાંચમી સિઝન માંથી બહાર, પાસળીમાં ઇજા થઇ હોવાનું કારણ અપાયું

એક સમયે ક્રિકેટને જેન્ટલમેન ની રમત કહેવામાં આવતી હતી પરંતુ જે સમયથી ઇન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત થઈ છે ત્યારથી અનેક નવોદિત ખેલાડીઓને તક તો મળી છે પરંતુ ખરા અર્થમાં જેન્ટલમેનની પણ ગેમ થઈ ગઈ છે. આ કથન પાછળનું મુખ્ય કારણ એ છે કે સર જાડેજા નુ સર ક્યાંકને ક્યાંક વઢાઇ ગયું હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.
IPLની 15મી સિઝનમાં રવિન્દ્ર જાડેજા સુકાની તરીકે નિષ્ફળ નીવડયા બાદ તેમને જે શિખર સર કરાવવા માટે તેમને જવાબદારી સોંપવામાં આવી હતી તેમાં તે નિષ્ફળ નીવડ્યો હતો પરિણામે રવિન્દ્ર જાડેજા નુ જે મહત્વ ટીમમાં હતું તેમાં પણ ઘણાખરા અંશે ઘટાડો થયો છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગની પાંચમી સિઝનમાં હવે બાકી રહેતા ચેન્નઈના મેચમાંથી રવિન્દ્ર જાડેજા બહાર થઇ ચુક્યો છે જેના માટે ટીમ મેનેજમેન્ટ દ્વારા તેની પાસળીમાં ઈજા થઈ હોવાનું કારણ આપવામાં આવેલું છે. પરંતુ ખરી વાસ્તવિકતા એ છે કે એવું તો શું કારણ બન્યું કે જાડેજા નો ઘણો લાડવો લેવાઈ ગયો.
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નાઇની ટીમ માં છેલ્લા બે દિવસથી  આંતરિક વિખવાદ ચાલી રહ્યા છે જે અંગેના  અહેવાલ પણ વહેતા થયા હતા. અત્યારે હાલ જ સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે તેનાથી એ વાત સ્પષ્ટ થઈ રહી છે જે કદાચ રવિન્દ્ર જાડેજા ચેન્નઈ સાથેના સંબંધો તોડી નાખે.
બીજી તરફ  ચેન્નાઈએ ઈન્સ્ટાગ્રામ પર જાડેજાને અનફોલો કરી દીધો છે. આવી સ્થિતિમાં તે ચેન્નાઈ છોડી રહ્યો છે, તેવી અટકળો તેજ બની હતી. જાડેજાએ આઇપીએલની આ સિઝનમાં ૧૦ મેચમાં ૧૧૬ રન કર્યા હતા અને પાંચ જ વિકેટ ઝડપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.