Abtak Media Google News

સામાન્ય રીતે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ૧૫મી જૂનથી ચોમાસુ બેસે છે. પરંતુ આ વર્ષે હિન્દ મહાસાગરમા ડિસ્ટર્બન્સના કારણે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ચોમાસાનું આગમન એક અઠવાડીયું વહેલુ થવાની આશા હવામાન વિભાગે વ્યકત કરી છે.

હિંદ મહાસાગર ઉપર મડેન-જુલીયન ઓસીલેશન એકટીવીટીના કારણે વહેલા ચોમાસા માટે અનુકુળ પરિસ્થિતિ સર્જાશે મડેન જુલીયન ઓસીલેશન હિન્દ મહાસાગરને ડીસ્ટર્બ કરે છે. આ સીસ્ટમ મહાસાગર પર ઈસ્ટથી વેસ્ટ તરફ ફરે છે. જેના કારણે વાતાવરણમાં એકાએક પલ્ટો આવે છે.

બીજી તરફ દક્ષિણ-પશ્ર્ચીમી ચોમાસુ કેરળના કિનારે આજે પહોચી જાય તેવી શકયતા પણ હવામાન વિભાગે વ્યકત કરી છે કેરળમાં પણ ચોમાસુ વહેલુ શ‚ થશે. બંગાળની ખાડીથી મોરા નામનું સાઈકલોન પૂર્વ તરફ વળી રહ્યું હોવાથી ચોમાસુ વહેલુ શ‚ થશે.ગઈકાલે નોર્થઈસ્ટના કેટલાક ભાગમાં વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી હતી પશ્ર્ચિમ બંગાળના દરિયામાં ભારે વરસાદની ચેતવણીને અનુલક્ષીને માછીમારોને દૂર રહેવા જણાવાયું હતુ. સામાન્ય રીતે કેરળના કિનારે તા.૧ જૂનથી ચોમાસાના પગરવ થાય છે. હવામાન વિભાગે આ વર્ષ ચોમાસા માટે તા.૩૦ મેનો અંદાજ લગાવ્યો છે.સૌરાષ્ટ્રમાં ચોમાસુ એક સપ્તાહ વહેલુ બેસવાના હવામાન ખાતાના વરતારાથી લોકોમાં આનંદની લાગણી છવાઇ છે. ખાસકરીને ખેડૂતો માટે હવામાન ખાતાની આ આગાહી ખૂબ જ મહત્ત્વની બની ગઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.