Abtak Media Google News

રાજય સરકાર દ્વારા સૌરાષ્ટ્રના બે જિલ્લા સહિત રાજયના આઠ જિલ્લાના પ્રભારી સચિવને બદલવામાં આવ્યા છે. જુનાગઢ જિલ્લાના પ્રભારી સચિવ તરીકે રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ મ્યુનિસિપલ કમિશ્નર બંછાનીધિ પાનીને મૂકવામાં આવ્યા છે. જયારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી સચિવ તરીકે એમ.એ. પંડયાને નિયુકત કરવામાં આવ્યા છે. અગાઉ મનિષ ભારદ્વાજ જુનાગઢ જિલ્લાના અને પી.કે. સોલંકી દેવભૂમિ દ્વારકાના પ્રભારી સચિવ તરીકે જવાબદારી નિભાવતા હતા.

જૂનાગઢ જીલ્લાના પ્રભારી સચિવ તરીકે બંછાનીધી પાની અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના પ્રભારી સચિવ તરીકે એમ.એ. પંડયાને મુકાયા

રાજય સરકાર દ્વારા કોઇ કારણોસર અચાનક એક સાથે આઠ જિલ્લાના પ્રભારી સચિવની બદલી કરવામાં આવી છે. અને નવા સચિવ પ્રભારીની વરણી કરાય છે. જેમાં જુનાગઢ જિલ્લાના પ્રભારી તરીકે મનિષ ભારદ્વાજના સ્થાને બંછાનીધી પાનીની, બનાસકાંઠા જિલ્લાના પ્રભારી સચિવ તરીકે વિજય નહેરાના સ્થાને હારિત શુકલા, વલસાડ જિલ્લાના પ્રભારી સચિવ તરીકે કે.એમ. ભિમજીયાણીના અને રેમ્પા મોહન, નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ તરીકે એમ.કે. ગાંધીના સ્થાને સંદીપ સાંગલ, છોટા ઉદેપુર જિલ્લાના પ્રભારી સચિવ તરીકે હારિત શુકલાના સ્થાને પ્રવિણ સોલંકી, તાપી જીલ્લાના પ્રભારી સચિવ તરીકે પી. સ્વરુપના સ્થાને મિલિંદ તોરવણે ગાંધીનગર જિલ્લાના પ્રભારી સચિવ તરીકે મિલિંદ તોરવણેમા સ્થાને પી.સ્વરુપ જયારે દેવભૂમિ દ્વારકા જીલ્લાના પ્રભારી સચિવ તરીકે પી.કે. સોલંકીના સ્થાને એમ.એ. પંડયાની નિયુકિત કરવામાં આવી છે.

લોકસભાની ચુંટણી પહેલા રાજયના અન્ય જિલ્લાના પ્રભારી સચિવ ને પણ બદલવામાં આવે તેવી સંભાવના નકારી શકાતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.