• દસાડા-પાટડી, ખાંભા, લખપત, જેસર, ઉમરાળા, બાબરા અને બગસરાના ટીડીઓ બદલાયા

લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ રાજ્ય સરકાર દ્વારા બદલીનો ઘાણવો કાઢવામાં આવી રહ્યો છે. 50 આઇએએસની બદલી કરાયા બાદ રાજ્ય સરકાર દ્વારા ગઇકાલે સૌરાષ્ટ્ર-કચ્છના સાત સહિત 25 તાલુકા વિકાસ અધિકારીની બદલી કરવામાં આવી છે. દરમિયાન આજે સવારે પીઆઇ અને પીએસઆઇની બદલી કરવામાં આવી હતી.

દાંતીવાડાના ટીડીઓ કલ્પનાબેન ભુરિયાની જોટાણાના ટીડીઓ તરીકે જોટાણાના ટીડીઓ જીગરભાઇ ચૌધરીની દસાડા-પાટડીમાં લાખાણીના ટીડીઓ બેલાબેન પટેલની મેઘરજમાં, દસાડા-પાટડીના ટીડીઓ દક્ષાબેન શાહની ચુડામાં, અમીરગઢના ટીડીઓ એ.જી.પટેલની ગ્રામ વિકાસ કમિશનર કચેરીના ચીટનીશ તરીકે, આમોદના ટીડીઓ એમ.આઇ. પરમારની હાંસોટના ટીડીઓ તરીકે, ગલતેશ્ર્વરના ટીડીઓ એસ.કે. મનાતની વસોના ટીડીઓ પદે, આંકલાવના ટીડીઓ પી.ટી.પાપઘોડેની દાંતીવાડામાં, મેઘરજના ટીડીઓ તપન એચ.ત્રિવેદીની આહવામાં, સમીના ટીડીઓ ભૌમિક ચૌધરીની ચીટનીશ કમ તાલુકા વિકાસ અધિકારી બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં, ખાંભાના ટીડીઓ ઝહર હુસેન કલંદરખાન ધોરીની કચ્છ જિલ્લા પંચાયતમાં ચીટનીશ કમ ટીડીઓ તરીકે છોટા ઉદેપુરના ટીડીઓ દિપક ચૌધરીની દાહોદમાં, વસોના ટીડીઓ રાજેશ જોશીની ગલતેશ્ર્વરમાં, સુબીરના ટીડીઓ પુનમબેન ડામોરની છોટાઉદેપુરમાં, લખપતના ટીડીઓ સંજયભાઇ ઉપલાણાની ભુજમાં, સાંતલપુરના ટીડીઓ યોગેશ ભાવસારની સમીમાં ગાંધીનગર સ્થિત ચીટનીશ ગ્રામ વિકાસ કમિશનર મૌલીક શર્માની અમીરગઢના ટીડીઓ તરીકે, આહવાના ટીડીઓ અલ્પના નાયરની વ્યારા ખાતે, વ્યારાના ટીડીઓ એમ.બી.હાથીવાલાની સુબીરમાં, જેસરના ટીડીઓ ભાવનાબેન રાણાની પાટણ જિલ્લા પંચાયતમાં, ઉમરાળાના ટીડીઓ વીણાબેન આલની સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં, બાબરાના ટીડીઓ રોહિતકુમાર કલસરિયાની બગસરામાં અને બગસરાના ટીડીઓ મહેશભાઇ શિરોયાની બાબરાના તાલુકા વિકાસ અધિકારી તરીકે નિયુક્તી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.