ખેતી માટે સૌરાષ્ટ્ર-કચ્છમાં ૧૦૦ ટકા EOU કલસ્ટર ઉભું થશે

MODI| PRIME MINISTER| GOVERNMENT
MODI| PRIME MINISTER| GOVERNMENT

ભારત અને યુએઈ વચ્ચે ફાર્મ-ટુ-પોર્ટ પ્રોજેકટ હેઠળ ખેતી ક્ષેત્ર માટે મહત્વના કરાર થશે: સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનની જેમ સૌરાષ્ટ્રમાં ખેતી માટે એકસ્પોર્ટ ઓરીએન્ટેડ યુનિટ શરૂ કરવાની શકયતા

મોદી સરકાર ખેતી શ્રેત્રે અનેક મહત્વના નિર્ણય લઈ રહી છે. હવે સૌરાષ્ટ્રને સીધો ફાયદો થાય તે માટે મોદી સરકાર સૌરાષ્ટ્રમાં એકસ્પોર્ટ ઓરીએન્ટેડ યુનિટસ (ઈઓયુ)ના માધ્યમી વૈશ્ર્વિક સ્તરે ખેતીનો ઉદ્યોગની જેમ વિકાસ કરશે. સરકાર કોર્પોરેટ કલસ્ટરના માધ્યમી સૌરાષ્ટ્રની ખેતીને નવી ઉંચાઈ પર લઈ જવા તત્પર છે. આ સફરની શરૂઆત યુએઈ સોના કરારી શે. સરકાર યુએઈ માટે ખેતી કરશે અને કોર્પોરેટ કલસ્ટર ઉભા કરશે. યુએઈ સૌરાષ્ટ્રના બંદરોની સૌથી નજીક હોવાથી આ કલસ્ટરનો ફાયદો સૌરાષ્ટ્રને થશે.

તાજેતરમાં અબુધાબીના પ્રિન્સે ભારતની મુલાકાત લીધી હતી. ત્યારબાદ બન્ને દેશો વચ્ચે સંબંધો મજબૂત બન્યા છે. વડાપ્રધાન મોદી અગાઉ બે વખત અબુધાબીની મુલાકાત લઈ ચૂકયા છે. હવે બન્ને દેશો વચ્ચે ફાર્મ-ટુ-પોર્ટ પ્રોજેકટ શરૂ થશે. કોર્પોરેટ કલસ્ટરમાં થયેલી ખેતીના ઉત્પાદનો સીધા બંદરોએ પહોંચશે જયાંથી યુએઈ મોકલવામાં આવશે. યુએઈ માટે ઉત્પાદન કરવા સરકાર ખાસ જમીન ફાળવશે. આ પ્રક્રિયા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોન જેવી જ રહેશે. એક રીતે આ કોર્પોરેટ ખેતી હશે. જયાં ખેત ઉત્પાદનો માત્ર યુએઈ માર્કેટમાં વેંચાણ માટે થશે.

આ પધ્ધતિ બન્ને દેશોના વહીવટી તંત્રએ મંજૂર કરી છે. ભારત સરકાર આ માટે નિયમોમાં ફેરફાર કરશે. આ પધ્ધતિની અમલવારી સફળતાથી થશે તો દેશમાં એગ્રો ઈન્ડસ્ટ્રીઝ માટે નવા ક્ષેત્રની રચના થશે. ભારત અને યુએઈ વચ્ચેના આ કરારની વિગતો વિદેશ મંત્રાલયના સેક્રેટરી અમરસિન્હાએ એક કાર્યક્રમ દરમિયાન આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે, દેશના લોકોની આવડત, ક્ષમતા,ટેકનોલોજી અને ભાગીદારીના માધ્યમી આંતરરાષ્ટ્રીય કંપનીઓ સો કૃષિ ક્ષેત્રનો વિકાસ કરવામાં આવશે. તેમણે રફાલ લડાકુ વિમાનની ખરીદીનું ઉદાહરણ આ બાબત માટે આપ્યું હતું. સૌરાષ્ટ્રને બન્ને દેશો વચ્ચેના કરારી સૌથી વધુ ફાયદો થશે. ખેતી ક્ષેત્રે સૌરાષ્ટ્ર મજબૂત છે. ઉપરાંત બંદરો પણ યુએઈથી નજીક છે જેના કારણે આ કલસ્ટર માટે સૌપ્રથમ પસંદગી સૌરાષ્ટ્ર ઉપર ઉતારાશે.

મોદી સરકાર સત્તા ઉપર આવ્યા બાદ ખેતીના આધુનિકરણ અને વ્યવસાયીકરણ અંગે પગલા લઈ રહી છે. સરકાર નવા કોર્પોરેટ કલસ્ટરના માધ્યમી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતની ખેતીને ફાયદો કરાવશે. યુએઈ સોના કરારી અનેક સનિક અને મલ્ટીનેશનલ કંપનીઓ આ વ્યવસાયમાં ઝંપલાવશે. આ વ્યવસાય કંપનીઓને સારો એવો ફાયદો કરાવશે. જેમાં શંકાને સન નથી. સરકાર યુએઈને ખાદ્ય ખોરાક પહોંચાડી અઢળક નફો રળશે જેનો સીધો ફાયદો પણ લોકોને થશે. બન્ને દેશો વચ્ચેનો ફાર્મ-ટુ-પોર્ટ કરાર ખેતીનું ભવિષ્ય નકકી કરશે.