Abtak Media Google News

ભાજપના રાજભા જાડેજા, ક્રિપાલસિંહ પરમાર બિનહરીફ અને કોંગ્રેસના પ્રથમ દોઢ વર્ષ લીલાભાઈ કડછા અને પછીના દોઢ વર્ષ રાજદિપસિંહ જાડેજા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલુ માસે ચૂંટણીનો જંગ ખેલાઈ રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બોર્ડ ઓફ એકાઉન્ટની ત્રણ બેઠક બિનહરીફ થઈ છે. રસાકસીભર્યા જંગમાં ભાજપ અને કોંગ્રેસની સહમતીથી ચૂંટણી હવે નહીં થઈ શકે. ભાજપમાંથી રાજભા જાડેજા અને ક્રિપાલસિંહ પરમાર જયારે કોંગ્રેસમાં પ્રથમ દોઢ વર્ષ લીલા કડછા અને પછીના દોઢ વર્ષ રાજદિપસિંહ જાડેજા બોર્ડ ઓફ એકાઉન્ટના સભ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

શરૂઆતના તબકકામાં બોર્ડ એકાઉન્ટની ચૂંટણીમાં રસાકસીભર્યો જંગ ખેલાશે તેવું જાણવા મળી રહ્યું હતું. ગત ગુરૂવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સીન્ડીકેટ અને બોર્ડ ઓફ એકાઉન્ટમાં ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે આચાર્યની બે બેઠક બે જયારે બોર્ડ ઓફ એકાઉન્ટની ત્રણ બેઠક પર ત્રણ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. બોર્ડ ઓફ એકાઉન્ટમાં ભાજપ તરફ રાજભા જાડેજા, ક્રિપાલસિંહ પરમાર અને મિતેશ અમૃતિયાએ ઉમેદવારી નોંધાવી હતી.

જયારે કોંગ્રેસમાંથી ડો.જયદિપસિંહ ડોડીયા, ડો.રાજદિપસિંહ જાડેજા અને લીલા કડછાએ ઉમેદવારી નોંધાવી હતી. જો કે આજે ભાજપમાંથી મિતેશ અમૃતિયા અને કોંગ્રેસમાંથી ડો.જયદિપસિંહ ડોડીયાએ ઉમેદવારી ફોર્મ પાછું ખેંચ્યું હતું અને બોર્ડ ઓફ એકાઉન્ટની ત્રણ બેઠક સમરસ થઈ હતી. અગાઉ જનરલની બેઠક પણ બિનહરીફ થઈ ચૂકી છે. જનરલની પાંચ બેઠક પર ભાજપના પાંચ અને કોંગ્રેસના ૩ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ભાજપ તરફી પ્રતાપસિંહ ચૌહાણ, ડો.ગીરીશ ભીમાણી, ડો.ભાવીન કોઠારી અને ડો.નેહલ શુકલ અને કોંગ્રેસમાંથી હરદેવસિંહ જાડેજા, રશ્મીન પટેલ અને મનોજ ભટ્ટે દાવેદારી નોંધાવી હતી. જનરલની બેઠક પણ બિનહરીફ થઈ ચૂકી છે.

જેમાં ભાજપના પ્રતાપસિંહ ચૌહાણ, ડો.ભાવિન કોઠારી, ડો.નેહલ શુકલ અને ડો.ગિરીશ ભીમાણી બિનહરીફ થઈ ચૂકયા છે. તેમજ કોંગ્રેસ તરફી હરદેવસિંહ જાડેજા બિનહરીફ થયા છે. ટીચર્સની એક બેઠક પર ભાજપના મેહુલ રૂપાણી પણ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટની એક બેઠક પર પ્રફુલાબેન રાવલ બિનહરીફચૂંટાઈ આવ્યા છે. આજે બોર્ડ ઓફ એકાઉન્ટની ત્રણ બેઠક સમરસ થઈ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.