Abtak Media Google News

જળસંકટ દરમિયાન પાણીના ઉપયોગ માટે અન્ય વિકલ્પો તરફ ઉદ્યોગોની મીટ: પાઇપલાઇનના માળખા વાપરવા સરકારને રજૂઆત

કચ્છમાં ઉદ્યોગોને જળકટોકટી ખૂબજ નડી રહી છે. માટે પાણીના અન્ય વિકલ્પો ઉપર ઉદ્યોગોએ નજર દોડાવી છે. રાજ્ય સરકાર દરરોજ કચ્છના ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સને ૧પ થી ૧૭ મીલીયન લીટર (એમએલડી) પાણી આપે છે. જ્યારે ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સની પાણીની જરૂરિયાત ૮પ એમએલડી છે. માટે સરકારે આપેલુ પાણી પુરૂ પડતુ નથી. અધુરામાં પુરૂ ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લી. દ્વારા અંજાર અને માંડવી પાઇપલાઇનથી અપાતુ પાણી પણ બંધ કરી દીધુ છે.

જેથી આવી પરિસ્થિતિમાં ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા પાણીના અન્ય વિકલ્પ તરફ નજર દોડાવાઇ છે. હવે એસોસિએશન દરિયાનું પાણી મીઠુ કરી તેનો ઉપયોગ કરવા જઇ રહ્યું છે. દરિયાનું પાણી મીઠુ કરવા માટે ઇન્ડસ્ટ્રીયલ યુનિટના પ્રાઇવેટ પ્લાન્ટ સુધી પાઇપલાઇન નાખવા સરકારને રજૂઆત થઇ છે. ઉપરાંત ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લી.ની પાઇપલાઇન વાપરવારની છૂટ પણ માંગવામાં આવી છે. પાણીના શુદ્ધીકરણ માટેનો તમામ ખર્ચ ઉપાડવાની તૈયારી પણ ઉદ્યોગોએ બતાવી છે. ઉદ્યોગોને પાણીની કટોકટીના કારણે દર વર્ષે મોટુ નુકશાન જઇ શકે છે. જેથી સમસ્યાનો કાયમી ઉકેલ તરીકે દરિયાનું પાણી મીઠુ બનાવી તેનો ઉપયોગ થઇ શકે તેમ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.