Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છેલ્લા ત્રણ વર્ષમાં શૈક્ષણિક, સંશોધન, સાહિત્ય અને માળખાકીય સુવિધાઓના સંદર્ભમાં વિકાસની હરણફાળ ભરી છે અને નેક દ્વારા ગુજરાતની પ્રથમ એ ગ્રેડ પ્રાપ્ત કરનાર યુનિવર્સિટીનું બિરુદ પણ મેળવ્યું છે. તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંશોધનના ક્ષેત્રમાં વધુ એક બીડુ ઉમેરવા માટે યુ.જી.સી. ન્યુ દિલ્હીમાં મહર્ષિ દયાનંદ સરસ્વતી ચેર મેળવવા માટે રૂ.૮૫ લાખનું પ્રપોઝલ કરવામાં આવ્યું હતું અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણ તથા આઈકયુએસીના કો.ઓર્ડીનેટર ડો.આલોક ચક્રવાલ દ્વારા આ ચેર માટે યુજીસીમાં વિસ્તૃત પ્રેઝટેશન આપવામાં આવેલું હતું. તાજેતરમાં યુજીસી દ્વારા દેશની ૭૫૦ યુનિવર્સિટીઓમાંથી આવેલ પ્રપોઝલમાંથી દેશની માત્ર ત્રણ યુનિવર્સિટીઓને મહર્ષિ દયાનંદ ચેર આપવા માટે મંજુરી આપવામાં આવી છે જેમાં ગુજરાતની એકમાત્ર રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, હરિયાણાના મહર્ષિ દયાનંદ સરસ્વતી યુનિવર્સિટી તેમજ જમ્મુ યુનિવર્સિટીને યુજીસી દ્વારા મહર્ષિદ દયાનંદ ચેર સ્થાપવા માટે મંજુરી આપવામાં આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ચેર મળવાથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સંશોધનની પ્રવૃતિને વેગ મળશે અને આવતા ૨૦૧૯ના વર્ષમાં નેક દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું થવાનું છે ત્યારે આ ચેર મળવાથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને એ + ગ્રેડ મેળવવા માટે ખુબ જ અગત્યની છે અને ભારતના વડાપ્રધાન મોદીના સ્વપ્નોને સાકાર કરવા માટે તેમજ ભારતના મહાન વ્યકિતઓના જીવન પર સંશોધન થાય તે માટે વડાપ્રધાન દ્વારા દેશની યુનિવર્સિટીઓમાં પંડિત દિનદયાલ ઉપાધ્યાય ચેર, મહર્ષિ દયાનંદ સરસ્વતી ચેર, આંબેડકર ચેરની સ્થાપના કરવામાં આવી છે. આગામી સમયમાં શ્ર્વેતક્રાંતિના પ્રણેતા એવા વર્ગીષ કુરીયનના નામ પર કુરીયન ચેર તેમજ અન્ય ચેરની સ્થાપના થનાર છે. આ યુનિવર્સિટીઓમાં ૭ ચેર કાર્યરત છે. જેમાં શ્રીમદ્ રાજચંદ્ર ચેર, નહે‚ ચેર, આંબેડકર ચેર, સરદાર વલ્લભભાઈ પટેલ ચેર, ગુલાબદાસ બ્રોકર ચેર, સૌરાષ્ટ્રીયન હેરીટેજ ચેર વગેરેના માધ્યમથી સંશોધનનું કાર્ય થઈ રહ્યું છે.

મહર્ષિ દયાનંદ સરસ્વતીએ ગુજરાત રાજયના મોરબી જિલ્લાના ટંકારાના પનોતા પુત્ર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.