Abtak Media Google News

જેની સામે એફઆરઆઇ થઇ તેવા એચ.એન.શુક્લ કોલેજના કર્મી નિર્દોષ હોવાની અરજી કોર્ટે સ્વીકારી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીબીએ સેમેસ્ટર-5 અને બી.કોમ સેમેસ્ટર 5ની પરીક્ષાનું 12 ઓક્ટોબર 2022ના રોજ પેપર ફૂટ્યું હતું. પેપર એચ.એન. શુક્લ કોલેજમાંથી ફૂટ્યા હતાં અને પેપરના પેકેટો પર લાલ કલરની ટેપમાં ચેડાં કરતા સમગ્ર ભાંડો ફૂટ્યાનું બહાર આવ્યું હતું.

Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપરલીક કાંડ અંગે મળેલી સિન્ડીકેટની બેઠક માત્ર દેખાડા પૂરતી રહી.  એચ.એન. શુક્લ કોલેજ સામે કાર્યવાહી કરવામાં સતાધીશો પીછેહટ કરી રહ્યાં છે. 111 દિવસની તપાસ બાદ એફફ રિપોર્ટના આધારે પોલીસ ફરિયાદ નોંધી છે. છતાં જાણે યુનિવર્સિટી પોલીસ કાર્યવાહીની રાહ જોઇ રહી હોય તેવા ઘાટ ઘડાઈ રહ્યા છે. તો બીજી તરફ કુલપતિ  જવાબ આપવાને બદલે કુલપતિ નાસી ગયા હતા.

પેપર રીસીવર તરીકે યુનિવર્સિટીના પ્રાધ્યાપકને રાખવા નિર્ણય લેવાયો: અમિત પારેખ

કુલસચિવ અમિત પારેખે કહ્યું કે, વિદ્યાર્થીઓના હિતની જગ્યાએ રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે. હવે પેપર રીસીવર તરીકે યુનિવર્સિટીના પ્રાધ્યાપકને રાખવા નિર્ણય લેવાયો છે. પોલીસ તપાસમાં જે કઈ કસૂરવાર ઠરશે તેની વિરુદ્ધ કાર્યવાહી કરીશું. મહત્વનું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીબીએ સેમેસ્ટર-5 અને બી.કોમ સેમેસ્ટર 5ની પરીક્ષાનું 12 ઓક્ટોબર 2022ના રોજ પેપર ફૂટ્યું હતું. પેપર એચ.એન. શુક્લ કોલેજમાંથી ફૂટ્યા હતાં અને પેપરના પેકેટો પર લાલ કલરની ટેપમાં ચેડાં કરતા સમગ્ર ભાંડો ફૂટ્યાનું બહાર આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.