Abtak Media Google News

અગાઉ પણ પેપર ફુટવાની આશંકા સાથે તપાસનો ધમધમાટ

પ્રિન્સીપાલના ખાનગી લો-કોલેજના પ્રોફેસર અને સિન્ડેકેટ સભ્યો સાથે ધરોબો હોવાની ચર્ચા !

કોલેજના સી.સી.ટીવી અને ઝડપાયેલા પ્રિન્સીપાલના મોબાઇલ ફોન ખોલશે: મોટા માથા સુધી રેલો આવશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાતી સ્નાતક કક્ષાના બી.કોમ. સેમેસ્ટર-3 ના પરીક્ષાના ઇકોનોમીકસ-1 ના પેપર લીંક કૌભાંડના મુખ્ય સુત્રધાર અને બાબરાની લો-કોલેજના પ્રિન્સીપાલ નો મ્હોરૂ હોવાનું અને પડદા પાછળ માસ્ટર માઇન્ડ કોણ ને પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે.વધુ વિગત મુજબ સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી કોઇને કોઇ મુદ્દે સતત વિવાદ હોય છે ત્યારે વધુ એક વખત પેપર લીંકનો મામલો સામે આવતા યુનિ.ની આબરુના ધજાગરા ઉડયા છે. પોલીસે ગણતરીના કલાકોમાં પેપર લીંક કૌભાંડનો પર્દાફાશ કરી બાબરાનું સરદાર પટેલ લો કોલેજના પ્રિન્સીપાલ, કલાર્ક, પ્યુન અને ત્રણ વિઘાર્થી સહીત છ શખ્સોની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

પેપર લીંક બાબરાની સરદાર પટેલ લો-કોલેજના પ્રિન્સીપાલ દિલાવર રહીમ કુરેશી તો માત્ર મહોરુ હોવાનું અને કોના ઇશારે પેપર ફોડવામાં આવ્યું તે પોલીસ માટે તપાસનો વિષય છે.પોલીસ દ્વારા રહીમ કુરેશીનો મોબાઇલ એફ.એસ.એલ. માં મોકલવામાં આવે તો અનેક મોટા માથાઓ સુધી રેલો આવવાની શકયતાઓ સેવાય રહી છે.ઝડપાયેલા રહીમ કુરેશી રાજકોટની કોલેજમાં પત્રકારત્વના અભ્યાસ દરમ્યાન લકઝરીયસ કાર લઇને આવતા હોવાનું  અને તપાસ થયાનું ચર્ચા રહ્યું છે.

આ ઉપરાંત શહેરની ખાનગી લો કોલેજના પ્રોફેસર સાથે દિલાવરના ધરોળો ચર્ચાનો વિષય બન્યો છે. ભુતકાળમાં લો-કોલેજના પ્રોફેસરના કહેવાતી એલ.એલ.બી. ના પેપર પર લીંક કર્યાનું શંકા સેવાય રહી છે.પોલીસ ઝડપાયેલા શખ્સોના કોલેજના સીસી ટીવી, મોબાઇલ અને ડીવીઆર પૃથ્થકરણ માટે મોકલવા આવે તે તપાસમાં કડાકા ભડાકા થવાની શકયતાઓ સેવાય રહી છે.

બાબરાની સરદાર લો-કોલેજના પ્રિન્સીપાલ દિલાવર કુરેશીને યુનિ.ના સિન્ડેકેટ મેમ્બર સાથે ધરોબો હોવાનું સામે આવ્યું છે.યુનિ. પોલીસ મથકના પી.આઇ. એ.એસ. ચાવડા અને પી.એસ.આઇ. એ.બી. જાડેજા સહીતના સ્ટાફે તમામની રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

બાબરાની સરદાર પટેલ લો કોલેજમાં સ્થાપનાથી અત્યાર સુધી એટલે કે છેલ્લા પાંચ-પાંચ વર્ષથી આચાર્યની જગ્યા ભરી નથી, તાજેતરમાં જ માર્ચ મહિનામાં મળેલી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં પણ ખુદ કુલપતિએ આ જ કોલેજમાં આચાર્ય, ગ્રંથપાલ સહિતની વ્યવસ્થા નથી, સીસીટીવીની સુવિધા પણ નહીં હોવા છતાં એક વર્ષની શરતી જોડાણની મંજૂરી આપી હતી.

યુનિવર્સિટીએ CCTVનો નિયમ ઘડ્યો પરંતુ મોનિટરિંગના નામે માત્ર મીંડું પોલીસની કસ્ટડીમાં રહેલા બાબરાની કોલેજના પ્રિન્સીપાલ દિલાવર ખુરશીએ કબૂલાત આપી હતી કે, કોલેજની જે રૂમમાં સીસીટીવી હતા તે પરીક્ષાના દિવસો અગાઉ હટાવી લીધા હતા. કારણ કે, યુનિ.ના નિયમ મુજબ સીસીટીવીની સામે ઊભા રહીને પેપરનું બંડલ ખોલવાનું હોય છે. પરંતુ સીસીટીવી જ ન હોય તો કોઈ ઉપાધી ન રહે તે માટે આવું કૃત્ય કર્યું હતું. કઈ કોલેજમાં સીસીટીવી બંધ કે ચાલુ છે તેનું મોનિટરિંગ યુનિ.માંથી જ થતું હોય છે પરંતુ અહીંયા કોઈને ખબર ન પડી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.