Abtak Media Google News
  • સૌરાષ્ટ્ર યનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો. ધારા દોશીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીની ભટ્ટ કર્તવી દ્વારા જીદ્દી વલણ માપન તુલા બનાવવામાં આવી જેને કોપીરાઈટ આપવામાં આવ્યો

મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ર્ડા. ધારા આર.દોશીના માર્ગદર્શન માં ભટ્ટ કર્તવી દ્વારા એક મનોવૈજ્ઞાનિક કસોટીનું નિર્માણ કરવામાં આવ્યું જે લોકોના જીદીપણાનું માપન કરશે જેને પ્રથમ વખત કોપીરાઈટ આપવામાં આવ્યા. વધતું જતું જોવા મળી રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થિની દ્વારા 15 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિના જિદ્દી વલણને માપી શકાય તે માટેની મનોવૈજ્ઞાનિક કસોટી વિકસાવવામાં આવી છે અને તેનો કોપીરાઈટ પણ લેવાયો છે. જેથી હવે જિદ્દીપણાનું મનોવૈજ્ઞાનિક નિરાકરણ લાવી શકાશે.

જીદ્દી વલણ માપન તુલાનો ઉપયોગ

આ તુલા દ્વારા 15 વર્ષથી ઉપરની દરેક વ્યક્તિ ના જીદ્દી વલણને માપી શકાશે. – દરેક જાતિ, સ્થળ, વયજૂથ પર તેનો ઉપયોગ કરી શકાશે. – મનોવિજ્ઞાનના વિદ્યાર્થી, અધ્યાપક, મનોવૈજ્ઞાનિક, મનોચિકિત્સક, શિક્ષક, વાલીઓ વગેરે આનો ઉપયોગ કરી શકશે. મનોવિજ્ઞાન ભવનમાં પ્રથમ વખત આ પ્રકારની કસોટીનું નિર્માણ થતા ભવન અધ્યક્ષ ડો. જોગસણ અને વિદ્યાર્થીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી

જીદ્દી વલણ માપન તુલા બનાવવા માટેનું કારણ

આજે આસપાસ નજર કરતા જોવા મળે છે કે દરેક વયજૂથ માં જીદ્દ નું પ્રમાણ જોવા મળે છે. જેને કારણે ઘણી સમસ્યાઓ સર્જાય છે. – કાઉન્સેલિંગ દરમિયાન પણ દરેક વયજૂથ માં એ બાબત જોવા મળી હતી કે જીદ્દી વલણ ના કારણે ઘણી બધી સમસ્યાઓ ઉદભવે છે. – સામાજિક, આર્થિક સમસ્યાઓ તો ખરી જ પરંતુ તેના સિવાય ચિંતા, તણાવ, ડિપ્રેશન, બાયપોલાર વગેરે ઘણી મનોવૈજ્ઞાનિક સમસ્યાઓનું કારણ પણ ઘણી વખત વ્યક્તિનો જીદ્દી સ્વભાવ જોવા મળે છે. આવી ઘણી બધી બાબતો નું કારણ જ્યારે વ્યક્તિનું જીદ્દી વલણ છે તે જોવા મળે છે તો આવી અનેક સમસ્યાઓના મૂળ એટલે કે જીદ્દી વલણ ને દુર કરવામાં આવે તો આવી સમસ્યા સર્જાય જ નહિ. જીદ્દી વલણનું માપન થઈ શકે તેવી મનોવૈજ્ઞાનિક તુલા જો બનાવવામાં આવે તો તેના દ્વારા જીદ્દી વલણનું યોગ્ય માપન કરી તે કોઈ સમસ્યાનું સ્વરૂપ લે એ પહેલા જ તેને દૂર કરી શકાય. જીદ્દી વલણ ને દુર ત્યારે કરી શકીએ જ્યારે તેનું સચોટ માપન કરી શકાય અને એ જ હેતુ થી આ તુલા બનાવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.