Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ અગાઉ શૂટિંગ ચેમ્પિયનમાં ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીની ટુર્નામેન્ટમાં સિલ્વર અને બ્રોન્સ મેડલ મેળવી ચૂકી છે ત્યારે આ વખતે વુડબોલને ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધા ની સિંગલ ઇવેન્ટમાં સુરેન્દ્રનગરની કોલેજની વિદ્યાર્થીએ સિલ્વર મેડલ મેળવ્યો હતોજયપુર ખાતે સુરેશ જ્ઞાનવિહાર વિશ્વવિદ્યાલય માં ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી વોલીબોલ મેન વિમેન ટુર્નામેન્ટ નો તારીખ 1 /3 થી 6 /3 સુધી 54 યુનિવર્સિટી એ ભાગ લીધો હતો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માંથી ભાઈઓ ની સંખ્યા 16 અને બહેનોની સંખ્યા 11 એમ 16 લીધો હતો.

Advertisement

સૌરાષ્ટ યુનિવર્સિટી પ્રથમ વખત આંતર કોલેજ વોલીબોલ સ્પર્ધા જોડાઈ હતી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થીની રાષ્ટ્રીય સ્થળ જળહળીને યુનિવર્સિટી નું નામ રોશન કર્યું હતું

લાંબા સમય બાદ વુડબોલ ગેમ રમી સિલ્વર મેડલ મેળવ્યો :અંશુ મચ્છર

જયપુરની સુરેશ જ્ઞાનવિહાર વિશ્વવિદ્યાલય માં ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી ની વુડ બોલ સ્પર્ધા ભાઈઓ બહેનોની ટુર્નામેન્ટ યોજાઈ જેમાં સુરેન્દ્રનગરની સી.યુ શાહ કોમર્સ કોલેજની એસ.વાય.બી કોમની વિદ્યાર્થીની અંશુ અરવિંદભાઈ સિલ્વર મેડલ પ્રાપ્ત કરી સિદ્ધિ મેળવી છે જણાવ્યું હતું કે હું ધોરણ નવ માં અભ્યાસ કરતી ત્યારથી જ વુડ બોલ ગેમ રમું છું જોકે ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા વખતે વુડબોલગેમ છોડી દીધી હતી પરંતુ ફરીથી કોલેજમાં આવતા જ ફૂટબોલ ગેમ્સની પ્રેક્ટિસ શરૂ કરી અને ઇન્ટરવ્યુ યુનિવર્સિટીમાં પ્રથમ પ્રયાસમાં જ સિલ્વર મેડલ મેળવ્યો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.