Abtak Media Google News

પ્રથમ નંબરે એચ.કે.દોશી કોલેજની ભટ્ટ તેજસ્વી, બીજા નંબરે સદગુરૂ મહિલા કોલેજની કુગસિયા ક્રિષ્ના જયારે ત્રીજા નંબરે માતૃશ્રી વીરબાઈ મહિલા કોલેજની મકવાણા અંજલીએ મેદાન માર્યું

આજે ભાઈઓની બેડમિન્ટન સ્પર્ધામાં પણ ભારે રસાકસી જોવા મળી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ સ્પોટર્સ  કેલેન્ડર  અંતર્ગત વિવિધ સ્પર્ધાનો પ્રારંભ થયો છે.ત્યારે શુક્રવારે   સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ડોર સ્ટેડીયમ ખાતે રાજકોટની પંચશીલકોલેજ અને  મેનેજમેન્ટ દ્વારા ભાઈઓ બહેનોની બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં જુદી જુદી 35 કોલેજની 73 વિદ્યાર્થીનીઓએ બેડમિન્ટનમાં પોતાનું  કૌવત  બતાવ્યું હતુ સાથોસાથ આજે સવારથી  7 ભાઈઓની પણ બેડમિન્ટન  સ્પર્ધા યોજાઈ હતી. તેમાંપણભારે રસાકસી  જોવામળી હતી.

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે  સવારથીજ જુદીજુદી  35 જેટલી કોલેજની  73 વિદ્યાર્થીનીઓ ઈન્ડોર  સ્ટેડીયમ ખાતે બેડમિન્ટનમાં પોતાનું કૌવત બતાવવા હાજર થઈ હતી. સ્પર્ધાના પ્રારંભે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ગીરીશ  ભીમાણી તેમજ શારિરીક શિક્ષણ નિયામક ડો.મીનાક્ષીબેન  સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન પુરૂ પાડયું હતુ.  ખેલાડીઓ વધુને વધુ રમત પ્રત્યે આગળવધે અન્ય જે યુવાઓ કે જે આવનારી પેઢીમાં   અહીથી  આગળ વધવાના છે તેને પ્રેરણા રૂપ થાય અને સૌ કોઈ ખેલાડીઓને મહાનુભાવોએ અભિનંદન  પાઠવ્યા હતા.

શુક્રવારે  સવારથી  ઈન્ડોર  સ્ટેડિયમ  બહેનો વચ્ચે બેડમિન્ટનનો જંગ જામ્યો હતો. ભારે રસાકસી ભરી આ ટુર્નામેન્ટમાં અને એચ.કે.દોશી મહિલા કોલેજની વિદ્યાર્થીની ભટ્ટ તેજસ્વી પ્રથમ નંબરે ઝળકી હતી.જયારે રાજકોટની સદગુરૂ મહિલા કોલેજની વિદ્યાર્થીની કુગસીયા કિશ્ર્ના  બીજા નંબરે જયારે રાજકોટની માતૃશ્રી વીરબાઈ મહિલા કોલેજની વિદ્યાર્થીની મકવાણા અંજલી ત્રીજાનંબરે રહી હતી.

વિજેતા ત્રણેય ખેલાડીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને  પંચશીલ  કોલેજ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લોગાવાળો   ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ  મેડલ સાથે ટ્રોફી પણએનાયત કરવામાં આવી હતી.

આજે ભાઈઓની બેડમિન્ટન  સ્પર્ધામાં પણ  70થી વધુ ખેલાડીઓએ ભાગલીધો હતો. ભાઈઓ, બહેનોની સ્પર્ધામાં  વિજેતા તમામ ખેલાડીઓ આગામી દિવસોમાં  આંતર યુનિવર્સિટી સ્પર્ધામાં  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું   પ્રતિનિધિત્વ કરશે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.