Abtak Media Google News

રક્ષાબંધનના દિવસે સૌરાષ્ટ્રમાંથી પાંચ હજાર પાટીદાર બહેનો હાર્દિકના ઉપવાસમાં જોડાઈને રાખડી બાંધશે

સમગ્ર દેશની જેના પર મીટ મંડાયેલ છે તે આવતીકાલે પાટીદાર સમાજ માટે અનામતની મકકમ માંગ સાથે આગળ વધી રહેલા પાસના યુવાન હાર્દિક પટેલ આવતીકાલથી અનામત મુદે અંતિમ લડાઈ લડી લેવા પાટીદાર યુવાનોને હાકલ કરેલ છે. ત્યારે આવતીકાલે અમદાવાદમા ઉપવાસ આંદોલનના મંડાણ થઈ રહ્યા છે. તેમાં આવતીકાલે પ્રથમ દિવસે સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસના તમામ પાટીદાર ધારાસભ્યો ઉપવાસ સાથે જોડાઈ રહ્યાનું સૌરાષ્ટ્ર પાસ પૂર્વ કનવીનર અને ધારાસભ્ય લલીત વસોયાએ જણાવેલ છે.

સૌરાષ્ટ્ર પાસના પૂર્વ ક્ધવીનર અને ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલીત વસોયાએ જણાવેલ કે આવતીકાલથી ગુજરાત પાસના કનવીનર હાર્દિક પટેલ તેના અગાઉના કાર્યક્રમ મુજબ રાજયની ભાજપ સરકારની આંખ ઉઘાડવા અને છેલ્લા ત્રણ વષૅ થયા પાટીદાર સમાજની અનામતની માંગ માટે વિવિધ રીતે સરકારમા આંદોલન કરી રજૂઆતો કરી રહ્યા હતા2 84પણ સરકાર માત્ર પાટીદાર સમાજના આગેવાનો અને આમ જનતાને અનામત મુદે વિવિધ મુદે ઉંધા ચશ્મા પહેરાવી પાટીદાર સમાજની વેદના કોઈ વાંચા આપેલ નથી ત્યારે પાટીદાર સમાજના હિરો આવતીકાલથી આરપારની લડાઈ લડવા પાટીદાર સમાજની આવનારી પેઢી માટે મકકમ રહી અમદાવાદમાં કાલથી ઉપવાસ આંદોલન કરી રહ્યા છે.

તેમાં સૌરાષ્ટ્રમાં ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, કચ્છ, અમરેલી, જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાંથી ૧૫ હજાર ભાઈ બહેનો સ્વેચ્છાએ હાર્દિક પટેલની અપીલને માત આપી જોડાશે આ ઉપરાંત હાર્દિક પટેલના આવતીકાલે પહેલો ઉપવાસના દિવસે હાર્દિક પટેલની લડતને સમર્થન આપવા સૌરાષ્ટ્રભરના કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો એક દિવસના ઉપવાસ કરી પોતાનો ટેકો આપશે તો તેમ ધારાસભ્ય લલીત વસોયાએ ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ હતુ.

આવતીકાલથી અમદાવાદમાં પાટીદાર સમાજની ભાવી પેઢી માટે અનામતના મુદે આરપારની લડાઈના મંડાણ થઈ રહ્યા છે. ત્યારે આ અંગે સૌરાષ્ટ્રની બહેનો હાર્દિકના ટેકામાં જોડાઈ ને ભાઈને રક્ષા માટે રક્ષા બંધન કરશે.3 63આ અંગે મહિલા જીલ્લા પાસનાં કનવીનરરેખા સિણોજીયા અને તાલુકા પાસના કનવીનર શિતલ બરોચીયાએ જણાવેલ કે આવતીકાલે પાટીદાર સમાજ માટે અનામત ખૂબજ ઉપયોગી અને મહત્વની છે. ત્યારે છેલ્લા ત્રણ વર્ષ થયા રાજય અને કેન્દ્ર સરકાર સામે અનેક વખત ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા છીએ છતા આ બહેરા મુંગી સરકાર પાટીદાર સમાજની અનામતની માંગ સાંભળવાને બદલે પાટીદાર સમાજની બહેન દિકરીઓ ઉપર ન સાંભળી શકાય તેવી ગાળો અને લાઠીઓ ચાપે છે.

ત્યારે આગામી ૨૫મી એ હાર્દિક પટેલ પાટીદાર સમાજના યુવા યુવતીઓ માટે જે આરપારની લડાઈનું રણસીંગુ ફૂકેલ છે.તેમાં સૌરાષ્ટ્રભરમાંથી હાર્દિક પટેલના ઉપવાસને સમર્થન આપવા અને રક્ષાબંધનના દિવસે ભાઈની રક્ષા માટે બહેન તરીકે પાંચ હજાર બહેનો હાર્દિક પટેલને રાખડી બાંધી પોતાનું સમર્થન આપશે આવતીકાલે હાર્દિકના ઉપવાસનાં સ્થળની હજુ સુધી કોઈ મંજૂરી સતાવાર રીતે રાજય સરકારે આપી નથી ૧૪૪ની કલમોનો દૂર ઉપયોગ કરી પાટીદાર સમાજ માટે વિવિધ કાયદાઓ બનાવામાં આવે છે.

જયારે ભાજપની રેલીઓ માટે કોઈ કાયદો લાગુ પડતો નથી. આવી તાનાશાહી સરકારની વિ‚ધ્ધમાં અમે હાર્દિકના ઉપવાસમાં જોડાવાના છીએ ત્યારે રાજય સરકાર જો કોઈ વરવી ભૂમિકા ભજવશે તો કાઠીયાવાડની પટરાણીઓ પોતાની ઓકાત બતાવી દઈ રણચંડી બનશે તેમ જીલ્લા પાસના મહિલા કનવીનર રેખા શિણોજીયા અને તાલુકા પાસના શિતલ બરોચીયાએ ચીમકી ઉચ્ચારી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.