Abtak Media Google News

રણજી ડેબ્યુ મેચમાં સદી ફટકારનારો જય ગોહિલ સૌરાષ્ટ્રનો છઠ્ઠો ખેલાડી બન્યો: સૌરાષ્ટ્રને ર7 રનની લીડ

જય ગોહિલના આક્રમક અને અણનમ 177 રન તથા ઓપનર હાર્વિક દેસાઇની સદીની મદદથી સૌરાષ્ટ્રે ગુવાહાટીના બારસપરા સ્ટેડિયમ ખાતે રમાય રહેલી આસામ સામેની રણજી ટ્રોફીની મેચમાં બીજા દિવસના અંતે 3 વિકેટના ભોગે 313 રન બનાવી 27 રનની લીડ હાંસલ કરી લીધી છે.આસામની ટીમે 94.3 ઓવરમાં 286 રન બનાવ્યા હતા ચેતન સાકરીયાએ 40 રન આપી પાંચ વિકેટો ખેડવી હતી. સાકરિયાએ પોતાની કારકિર્દીમાં ચોથી વખત પાંચ કે તેથી વધુ વિકેટો ખેડવી હતી.

સૌરાષ્ટ્રના બેટસમેનો ખુબ જ ઝડપી રમ્યા હતા. બીજા દિવસની રમતના અંતે માત્ર 71 ઓવરમાં 3 વિકેટના અંતે 313 રન બનાવી લીધા છે. રણજી ટ્રોફીમાં ડેબ્યુ કરનારા જય ગોહિલે સદી ફટકારી હતી. તેને ર01 બોલમાં ર3 ચોગ્યા અને ર સિકસરની મદદથી 177 રન બનાવી લીધા છે. હજી તે બેટીંગ કરી રહ્યો છે. રણજી ટ્રોફીમાં ડેબ્યુ મેચમાં સદી ફટકારનાર તે સૌર્રાીંટ્રનો છઠ્ઠો બેટસમેન બન્યો છે.

ઓપનર હાર્વિક દેસાઇએ પણ સદી ફટકારી હતી. હાર્વિક દેસાઇ પોતાની ફસ્ટે કલાસ ક્રિકેટમાં ત્રીજી સદી ફટકારી છે. તેને 196 બોલમાં 108 રન બનાવ્યા હતા. બીજા દિવસની રમતના અંતે જય ગોહિલ 177 રન અને અર્મીત વસાવડા ઝીરો રન સાથે દાવમાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.