Abtak Media Google News

રાજકોટ-જામનગરમાં 3-3 અને મોરબી-ભાવનગરમાં 1-1 ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનશે

હવે સૌરાષ્ટ્રનો વિકાસ નવી ઊંચાઈને આંબશે. કારણકે સરકારે સૌરાષ્ટ્રમાં નવી 8 ઔદ્યોગિક વસાહતને લીલીઝંડી આપી છે. જેમાં રાજકોટ – જામનગરમાં ત્રણ-ત્રણ અને મોરબી-ભાવનગરમાં એક-એક ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનશે.

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારે કાર્યભાર સંભાળ્યા બાદ વિવિધ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. રાજયના વિવિધ જિલ્લાઓમાં ઔદ્યોગિક વસાહતની 15 દરખાસ્તોને રાજય સરકારે મંજુરી આપી દીધી છે અને તે માટે જમીન અધિગ્રહણની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. 1790 હેકટર જમીનમાં આ ઔદ્યોગિક વસાહતો આકાર પામશે.

જેમાં રાજકોટ, મોરબી, જામનગર, મહિસાગર, બનાસકાંઠા, વલસાડ, છોટા ઉદેપુર, દાહોદ, ભરૂચ તથા ભાવનગર જિલ્લાઓમાં નવી ઔદ્યોગિક વસાહતો નિર્માણ પામશે.  રાજકોટમાં ત્રણ ઈન્ડસ્ટ્રીય એસ્ટેટ બનશે. જ્યારે જામનગર, બનાસકાંઠામાં પણ 3-3 જયારે ભરૂચમાં બે અને બાકીના જિલ્લાઓમાં એક-એક ઔદ્યોગિક વસાહત મંજુર કરવામાં આવી છે. બનાસકાંઠામાં બે ફુડ એન્ડ એગ્રો પ્રોસેસીંગ પાર્કનું નિર્માણ કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે રાજકોટ, મોરબી, જામનગર, મહિસાગર, બનાસકાંઠા, વલસાડ, છોટા ઉદેપુર, દાહોદ, ભરૂચ તથા ભાવનગર જિલ્લાઓમાં નવી ઔદ્યોગિક વસાહતોને મંજુરી આપી છે. જેમાં રાજકોટમાં ત્રણ ઈન્ડસ્ટ્રીય એસ્ટેટ બનશે. જ્યારે જામનગર, બનાસકાંઠામાં પણ 3-3 જયારે ભરૂચમાં બે અને બાકીના જિલ્લાઓમાં એક-એક ઔદ્યોગિક વસાહત મંજુર કરવામાં આવી છે.  જયારે વલસાડમાં સીફુડ પ્રોસેસીંગ પાર્ક બનશે. છોટા ઉદેપુર, દાહોદ તથા ભરૂચમાં ત્રણ આદિવાસી પાર્ક બનશે. ભરૂચમાં બલ્ક ડ્રગ્ઝ પાર્કને પણ મંજુરી આપવામાં આવી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્યના સંબંધિત જિલ્લા કે ક્ષેત્ર માટે અનુરૂપ હોય તેવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા તેના આધારિત ઔદ્યોગિક વસાહતોનું નિર્માણ કરાશે. ઉદાહરણ તરીકે મોરબીમાં સ્થપાનારી ઔદ્યોગિક વસાહતમાં સીરામીક ક્ષેત્રને પ્રોત્સાહન આપતા એકમો રહેશે. જયારે જામનગરની ઔદ્યોગિક વસાહતથી બ્રાસપાર્ટ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે. આદિવાસી પાર્ક મારફત આદિવાસી સમુદાયને ઉદ્યોગક્ષેત્રે સાહસિક બનાવવાનો ઉદેશ છે, અને તે માટે ખાસ રાહતો પણ આપવામાં આવશે. આદિવાસી સમાજના લોકો ઔદ્યોગિક એકમ સ્થાપે તેને ખાસ સરકારી સહાય આપવામાં આવશે. રાજય સરકારે મંજુર કરેલા 15માંથી સૌથી મોટો ઈન્ડસ્ટ્રીયલ પાર્ક બલ્ક ડ્રગનો હશે અને 817 હેકટર જમીનમાં પથરાયેલો હશે. બીજા નંબરે મોરબીનો ઈન્ડસ્ટ્રીયલ પાર્ક 425 હેકટર જગ્યામાં ઉભો કરવામાં આવશે.

સૂત્રોએ વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાત ઔદ્યોગિક વિકાસનુ ગ્રોથ એન્જીન જ ગણાય છે. ઔદ્યોગિક ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે રાજય સરકાર વખતોવખત પ્રોત્સાહન યોજનાઓ જાહેર કરે જ છે. રાજકોટ સહિતના વિવિધ જિલ્લાના વેપાર-ઉદ્યોગ સંગઠનો ઔદ્યોગિક વસાહતો માટે રજુઆત કરવાની સાથોસાથ તેના નિયમો હળવા કરીને છુટછાટ વધારવાની માંગ કરતા જ રહ્યા છે. રાજય સરકારે એક સાથે 15 ઔદ્યોગિક પાર્ક એસ્ટેટને મંજુરી આપતા ઔદ્યોગિક વિકાસને નવુ જોર મળવાનું સ્પષ્ટ છે.

રાજ્યમાં કુલ 15 ઇન્ડસ્ટ્રીયલ પાર્ક મંજુર, કુલ 1790 હેકટર જમીન અપાશે

ઔદ્યોગિક વસાહતોનો લાભ ઉદ્યોગોને બદલે રોકાણકારો ન લ્યે તેની સાવચેતી જરૂરી

સરકાર ઉદ્યોગોને પ્રોત્સાહન માટે ઔદ્યોગિક વસાહતો ઉભી કરે છે. જેમાં ઓછી કિંમતે પ્લોટ આપવાની સાથે બીજી પણ અનેક વિધ સુવિધા જીઆઇડીસી દ્વારા પુરી પાડવામાં આવતી હોય છે. પણ અનેક એવા કિસ્સા બને છે કે જીઆઈડીસીમાં અનેક રોકાણકારો માત્ર રોકાણ માટે પ્લોટ ખરીદે છે. બાદમાં પ્લોટની કિંમત વધે એટલે તેને વેચી દયે છે. વિવિધ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ મામલે સરકારને સરકારને રજુઆત કરવામાં આવી છે કે જીઆઈડીસીમાં રોકાણકારો દૂર રહે તે જરૂરી છે.

સૌરાષ્ટ્રમાં સૌથી મોટો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક મોરબીમાં હશે

સૌરાષ્ટ્રમાં સૌથી મોટો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક મોરબીમાં હશે. કારણકે સરકારે આ માટે 425 હેકટર જમીન ફાળવી છે. આ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના કારણે ખાસ કરીને સિરામિક ઉદ્યોગને અનેક તકો મળશે. અહીં મોટા પ્રમાણમાં સિરામિક ઉદ્યોગો તેમજ તેને સંલગ્ન ઉદ્યોગો સ્થપાશે. આમ આ ઇન્ડસ્ટ્રીયલ પાર્કથી મોરબીના ઉદ્યોગ જગતને મોટો ફાયદો થવાનો છે.

કૃષિને આધુનિક બનાવી પ્રોત્સાહન આપવા બજેટમાં કરાશે મહત્વની જોગવાઈ

ટેકનોલોજીના ઉપયોગ સાથે સ્ટાર્ટઅપ કરવા ઉપર અપાશે અનેક લાભ

સરકાર આગામી બજેટમાં કૃષિ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરવા માટે ઓછા વ્યાજની લોન અને કર પ્રોત્સાહનો આપવા માટે ભંડોળ ફાળવે તેવી શક્યતા છે. સરકાર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ), મશીન લર્નિંગ, રિમોટ સેન્સિંગ, બિગ ડેટા, બ્લોક ચેઈન, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, જિયોગ્રાફિક ઈન્ફોર્મેશન સિસ્ટમ તેમજ ટેક્નોલોજી અને ડ્રોનના ઉપયોગના ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સને સપોર્ટ કરશે.  કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન લાવવા માટે રોબોટ્સને પણ પ્રોત્સાહન આપશે. આ એગ્રીટેક સ્ટાર્ટઅપ્સ વધુ સ્થિતિસ્થાપક કૃષિ ઇકોસિસ્ટમ બનાવી શકે છે, નાના હોલ્ડિંગ ધરાવતા ખેડૂતોને ટેકો આપી શકે છે અને શ્રેષ્ઠ પ્રથાઓ વિશે જ્ઞાન આપી શકે છે.  તેથી, તેઓને પ્રોત્સાહિત

કરવાની જરૂર છે. જે દિશામાં સરકાર હાલ વિચારણા કરી રહી છે. યોગ્ય સ્ટોરેજ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ, અપૂરતી લોજિસ્ટિક્સ જેવા મુદ્દાઓને ઉકેલવા માટે માઇક્રો કોલ્ડ સ્ટોરેજ જેવી સુવિધાઓ ઊભી કરવા માટે આકર્ષક પ્રોત્સાહન આપવા માટે સરકાર નીતિઓ બનાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.  આ પગલું ઉપજ, ગુણવત્તા,

કાર્યક્ષમતા અને નફાકારકતા વધારવા માટે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોને આધુનિક બનાવવાના સરકારના દબાણનો એક ભાગ છે.

કેન્દ્રએ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાના ઈનોવેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ કમ્પોનન્ટ હેઠળ રૂ. 118.65 કરોડની રકમ સાથે લગભગ 800 સ્ટાર્ટઅપ્સને પહેલેથી જ ભંડોળ પૂરું પાડ્યું છે, જેથી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ઈન્ટરનેટની વસ્તુઓના ક્ષેત્રમાં નવીનતાને વેગ મળે.

હવે અડધું વિશ્વ રડારમાં: અગ્નિ-5નું સફળ પરીક્ષણ

ઝડપ: 29 હજાર 401 કિલોમીટર પ્રતિ કલાક (અવાજની ઝડપથી 24 ગણી વધુ)
રેન્જ:5 હજાર કી.મી.
ક્ષમતા: દોઢ ટન સુધીના પરમાણુ હથિયાર લઈ જઈ શકે છે
વજન : 50 હજાર કિલો
લંબાઈ : 17.5 મીટર
ખાસિયત: ત્રણ સ્ટેજ રોકેટ બૂસ્ટર, એક સેક્ધડમાં 8.16 કિમીનું અંતર કાપવા સક્ષમ

ભારતે  સૌથી શક્તિશાળી મિસાઈલ અગ્નિ-5નું સફળ પરીક્ષણ કર્યું છે.  ભારતે ગુરુવારે અગ્નિ-5 બેલેસ્ટિક મિસાઈલનું નાઈટ ટ્રાયલ કર્યું હતું.  આ પરમાણુ સંચાલિત મિસાઈલે 5 હજાર કિલોમીટર દૂર જઈને પોતાના લક્ષ્યને સફળતાપૂર્વક નષ્ટ કરી નાખ્યું.  હવે સમગ્ર એશિયા, અડધો યુરોપ, રશિયા અને યુક્રેન તેમજ રાજધાની બેઇજિંગ સહિત સમગ્ર ચીન અગ્નિ-5ની રેન્જમાં આવી ગયું છે.

આ ટેસ્ટનો માત્ર સમય જ નહીં, ગુણવત્તા પણ ખાસ છે.  વાસ્તવમાં, આ ટેસ્ટ નવી ટેક્નોલોજી અને સાધનો સાથે કરવામાં આવ્યો છે.  નવા સ્વરૂપમાં આ મિસાઈલ પહેલા કરતા ઘણી હળવી હશે.  આ પરીક્ષણ મિસાઈલ બનાવવામાં ઉપયોગમાં લેવાતી નવી તકનીકો અને ઉપકરણોના પરીક્ષણના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યું હતું.  સંરક્ષણ સૂત્રો દ્વારા કહેવામાં આવ્યું છે કે આ અજમાયશથી સાબિત થયું છે કે જો જરૂર પડી તો અગ્નિ-5ની ફાયરપાવર વધારી શકાય છે.

દેશની સૌથી શક્તિશાળી મિસાઈલ, અગ્નિ-5, ભારતની લાંબા અંતરની સપાટીથી સપાટી પર માર મારનારી બેલેસ્ટિક મિસાઈલ છે, જે 5000 કિમી દૂર દુશ્મનના લક્ષ્યોને નષ્ટ કરવાની શક્તિ ધરાવે છે.  સમગ્ર ચીન આ શ્રેણીમાં આવે છે.  કેટલાક અહેવાલો દાવો કરે છે કે તે 8 હજાર કિલોમીટર સુધી હિટ કરી શકે છે.  આ મિસાઈલ 1500 કિલોગ્રામના ન્યુક્લિયર વોરહેડ સાથે ઉડી શકે છે.

અગ્નિ-5 મિસાઈલના અત્યાર સુધીમાં કુલ સાત સફળ પરીક્ષણ કરવામાં આવ્યા છે.  તેનું પ્રથમ સફળ પરીક્ષણ 19 એપ્રિલ 2012ના રોજ થયું હતું.  તે પછી 15 સપ્ટેમ્બર 2013, 31 જાન્યુઆરી 2015, 26 ડિસેમ્બર 2016, 18 જાન્યુઆરી 2018, 3 જૂન 2018 અને 10 ડિસેમ્બર 2018ના રોજ તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.  આઠમું અને નવમું પરીક્ષણ ઓક્ટોબર 2021 માં 15 ડિસેમ્બર 2022 ના રોજ કરવામાં આવ્યું હતું.

ભારત 1989 થી અગ્નિ શ્રેણીની મિસાઇલો પર કામ કરી રહ્યું છે.  તેને ડીઆરડીઓ અને ભારત ડાયનેમિક્સ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.  ભારતે એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી તેનું સફળ પરીક્ષણ કર્યું.   અગ્નિના વિવિધ પ્રકારો દ્વારા તેને વધુ શક્તિશાળી બનાવવાની તૈયારી કરી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.