Abtak Media Google News

પાપ છૂપાવવા નિષ્ઠુર માતા-પિતાની શોધખોળ

 

મોરબી તાલુકાના તળવિયા શનાળા ગામે નવજાત બાળકી બિનવારસુ હાલતમાં મળી આવતા પોલીસ તપાસ નો ધમધમાટ શરૂ થયો છે . મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામની સિમમાંથી બિનવારસી નવજાત બાળકી મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે તેમજ કોઈએ આ બાબતે ઇમરજન્સી 108 ને જાણ કરતા જ 108 ની ટીમે તુરંત પહોંચીને નવજાત બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

તેમજ આ બનાવની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જયારે આ બાળકીને શું કારણે આ રીતે મૂકી ગયા જેવા અનેક સવાલોના જવાબ આ બાળકના માતા પિતા જ આપી શકે એમ હોય જેથી મોરબી તાલુકા પોલીસ દ્વારા નવજાત બાળકીના નિર્દય માતા પિતાને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.