Abtak Media Google News

4 દાયકાની સફરમાં અનેક નામાંકિત કંપનીઓ માટે વિશ્ર્વસનીય બ્રાન્ડિંગ, કોમ્યુનિકેશન અને માર્કેટિંગ કરી રાજકોટનું આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામ રોશન કરવામાં અભૂતપૂર્વ યોગદાન

જયારે કોઇ પણ કંપની પોતાની પ્રોડક્ટ કે સર્વિસ લોન્ચ કરે છે તો તેમના માટે સૌથી અગત્યનું પરિબળ બ્રાન્ડિંગ અને માર્કેટીંગ છે . આનું મહત્વ સમજતા આજથી 39 વર્ષ પહેલા 1983 ની 1 લી જુને હરીશભાઇ પટેલે રાજકોટ શહેરમાં એડમિરેકલ એડવર્ટાઇઝીંગ એજન્સીનો શુભ પ્રારંભ કરેલ. આજે એડમિરેકલ ગુજરાત અને કેનેડામાં એડવર્ટાઇઝીંગ અને બ્રાન્ડિંગની દુનિયામાં એક અગ્રેસર નામ છે.

એડવર્ટાઇઝીંગ અને બ્રાન્ડિંગ ક્ષેત્રમાં એડમિરેકલ પાયાની ભૂમિકા ભજવનાર એક એવી એજન્સી છે જેણે સમય સાથે તાલ મેળવીને અનેક નામાંકિત કંપનીઓના નામ ને આજે માર્કેટમાં જાણીતા બનાવ્યા છે . 360 બ્રાન્ડિંગ અને માર્કેટિંગ સર્વિસ દ્વારા કસ્ટમરને લોગો ડિઝાઇનથી લઇને ડિજિટલ અને નોન ડિજિટલ માર્કેટિંગ , ગોરિલા માર્કેટિંગ , બ્રાન્ડ આઈડેન્ટીટી ડેવલપમેન્ટ , ક્રિએટિવ અને ડિજિટલ માર્કેટિંગ સોલ્યુશન્સ , બ્રાનિ્ંડગ સોલ્યુશન્સ , કોમ્યુનિકેશન , મીડીયા મેનેજમેન્ટ વગેરે વન સ્ટોપ સોલ્યુશન્સ આપનારી કદાચ વર્ષો જૂની અને વિશ્વાસપાત્ર એડમિરેકલ એક માત્ર એડ એજન્સી હશે .

અને કેમ ના હોય , એડમિરેકલની સ્થાપના કરનાર હરીશભાઈ આજે 63 વર્ષે પણ એવું માને છે કે કોઇ પણ કંપનીની સફળતા તેમને ત્યાં કામ કરતા કર્મચારી અને પોતાના કલાયન્ટસ થકી જ બને છે અને દ્રઢપણે માને છે કે આપીએ તે 100 % થી પણ વધુ આપવું જોઇએ . વડોદરાની ખ્યાતનામ એમ.એસ. યુનિવર્સિટીમાંથી એપ્લાઇડ આર્ટસ સાથે એડવટાઇઝીંગનો અભ્યાસ કર્યા બાદ , એડમિરેકલના શિલ્પી હરીશભાઇએ કોઇ બીજા શહેર કરતા પોતાના વતન સૌરાષ્ટ્રમાં પોતાની એડ એજન્સી સ્થાપવાનો વિચાર કર્યો અને ઔદ્યોગિક ક્ષેત્રને એડવર્ટાઇઝીંગ અને બ્રાન્ડીંગ દ્વારા અનેક સફળતાના શિખરો સર કરાવ્યા એ રાજકોટ માટે ગર્વની વાત છે . પ્રારંભમાં જ પ્રતિષ્ઠીત આઇ.એન.એસ. અને એ.બી.સી. નું સભ્યપદ પ્રાપ્ત કરીને એડમિરેકલે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજ્ઞાપનો પ્રસિદ્ધ કરવાની યોગ્યતા મેળવી લીધી હતી . કંપની જ્યારે 40 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે ત્યારે હરિશભાઇ તમામ કલાયન્ટસ અને કર્મચારીઓનો હૃયપૂર્વક આભાર વ્યકત કરે છે .

હરિશભાઇના એડવર્ટાઇઝીંગ એન્ડ બ્રાનિ્ંડગ જગતમાં યોગદાન માટે એમને અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ્સ અને પુરસ્કારો જેમ કે 1993 માં એવોર્ડ ઓફ એક્સેલન્સ ઇન પબ્લિક સર્વિસ એડવર્ટાઇઝીંગ ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા તેમજ 1994 માં એવોર્ડ ફોર એઇડ્સ અવેરનેસ કેમ્પેઇન , એડ્સ ઓન સોશિયલ ઇસ્યુઝ માટે નવદીપ વોલન્ટરી બ્લડ બેંક દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે .આમ , વિજ્ઞાપન , સામાજીક અને કૃષિ ક્ષેત્રે પોતાનું અર્થસભર તથા સમયસર યોગદાન આપતા રહીને એડમિરેલે 40 વર્ષથી હરિશભાઇ પટેલના સુઝ અને આધુનિક અભિગમભર્યા સબળ નેતૃત્વ હેઠળ એક જવાબદાર વિજ્ઞાપન એજન્સી તરીકે વિશિષ્ઠ ઇમેજ ઉભી કરી છે અને સફળતાના ઉચ્ચ શિખરો સર કર્યા છે , તે બદલ સમગ્ર સૌરાષ્ટ્ર – ગુજરાત તથા દેશ – વિદેશમાંથી સૌ કોઇ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી રહેલ છે કે એમની આ સફર આવનાર વર્ષોમાં પણ નવી ઉંચાઇઓ સર કરતી રહે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.