Abtak Media Google News

વેકશનના સમયમાં બાળકો મામાના ઘરે વેકેશન કરવા જતા હોય છે ત્યારે મોરબીમાં મામાના ઘરે વેકેશન કરવા આવેલા બાળકનું અપહરણ થયું છે. આ બાળકનું સોસાયટી બહાર આવેલ દુકાનદારે અપહરણ કર્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબીના ધુટુ રોડ પર ઉમા રેસીડેન્સીના ગેઇટ પર આવેલ બાલાજી નામની દુકાનદારે મામાના ઘરે આવેલા ૭ વર્ષના બાળકનું અપહરણ કર્યુ હતું. ગુમ થયેલ ૭ વર્ષનો પર્વ ૧૦ દિવસ પહેલા મામા રાજેશભાઈ જોટાણીયાના ઘરે આવેલ હતો.

પર્વ તેના દાદા સાથે સાંજે સોસાયટીના ગેઇટ પર બાલાજી દુકાને રમવા ગયો હતો. ત્યારબાદ દાદા ઘરે ટીફીન લેવા ગયા હતા અને પર્વ ત્યાં હતો દરમિયાન દુકાનદાર આરોપી રાજેશભાઈ ચંદુભાઈ જગોદરા બાળકને લઇ ગયો.

પરિવારજનોને જાણ થતા શોધખોળ હાથ ધરવામાં આવી છે અને દુકાનદારને હજુ ભાળ મળી નથી મોરબી તાલુકા પોલીસમાં અપહરણ ની ફરિયાદ નોંધાઈ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.