Abtak Media Google News

ગામની બજારો વચ્ચેથી રહેણાંકી મકાનો ઉપરથી પીજીવીસીએલ દ્વારા પસાર કરેલ જોખમી 11 કે.વી. લાઈન હટાવવી જરૂરી

સાવરકુંડલાના આંબરડી ગામે ગઇકાલે સાંજના સુમારે એક યુવકને 11 કેવી લાઈન અડકી જતા ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર માટે હોસ્પિટલ  ખસેડાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ આંબરડી ગામના 25 વર્ષીય મેહુલ ભાદભાઈ કાલેના ( સગર) કડિયા કામ કરતો યુવક બજાર કાંઠે ચાલી રહેલ એક મકાનમાં ધાબા ઉપર કામ કરી રહ્યો હતો ત્યારે પાલખ ફેરવતી વેળાએ માત્ર 3 ફૂટ ઉપર જ લટકી રહેલ 11 કે.વી.લાઇનનો તાર અડકી જતા યુવક 10 ફૂટ ફેંકાઈ ગયો હતો, યુવક ઘા થઈ જતાં બેભાન થઈ જતાં હાજર લોકો સ્તબ્ધ બની ગયા હતા, જાણકાર લોકો દ્વારા યુવકને પ્રાથમિક ઉપચાર કર્યા  બાદ યુવક ને 108 મારફત સા.કુંડલા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.સદ નસીબ યુવક નો જીવ બચી ગયો છે,

પરંતુ આંબરડી ગામ વચ્ચે અને તે પણ રહેણાંકી મકાનો ઉપરથી પીજીવીસીએલ દ્વારા 11 કે.વી.ની ભયંકર અને જોખમી લાઈન પસાર કરવામાં આવેલ છે. જે તાત્કાલિક ગામમાંથી હટાવી અને અન્ય રસ્તેથી પસાર કરે તો  ભવિષ્યમાં કોઈ જાનહાનિ થાય તે પહેલાં વીજ તંત્ર આ બાબતે ગંભીરતા દાખવી લટકતા મોતના તાર ને હટાવી લે તેવી આંબરડી ગ્રામજનો માં તીવ્ર માંગ ઉઠવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.