Abtak Media Google News

અપૂરતા શેડના લીધે માલ ખુલ્લામાં મૂકવો પડતો હોવાની વેપારીઓની ફરિયાદ

સુરેન્દ્રનગરના સાયલા ખાતે ધોધમાર વરસાદી માવઠાના કારણે એપીએમસીમાં કપાસ સહિતનો માલ પલળી ગયો હતો. ભાડે આપેલા ગોડાઉનો તથા અપુરતા શેડના કારણે એપીએમસીમાં થોડા વરસાદમાં પણ માલ પલળી જતો હોવાની વેપારીઓની ફરિયાદો ઉઠી છે. આ અંગે સત્વરે કાર્યવાહી કરવા વેપારીઓ અને ખેડૂતોની માંગણી છે.

Advertisement

સાયલામાં ગાજ વીજ સાથે એકાએક વરસાદ ધોધમાર વરસ્યો હોવાના કારણે એપીએમસીમાં ખુલ્લામાં પડેલા કપાસ, વરીયાળી, એરંડા જેવા માલને મોટું નુકસાન થવા પામ્યું હોવાના અહેવાલ મળવા પામ્યા છે. સાયલા એપીએમસીમાં 500 મણ કપાસ, 150 મણ વરિયાળી, 470 મણ એરંડા વરસાદી પાણીને કારણે પલરી ગયા હતા. જેને લઇ અંદાજે 17 લાખ રૂપિયાના માલને નુકસાન થયું હોવાનું વેપારીઓ, ખેડૂતો અને એપીએમસીના લોકોએ જણાવ્યું હતું.

આ સંદર્ભે વેપારી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, શેડ ઓછા પ્રમાણમાં હોવાથી ખુલ્લામાં માલ મૂકવો પડે છે, ગોડાઉન બનાવેલા છે પરંતુ તે ભાડે આપી દીધેલા છે. દરેક ખેડૂત દુકાન ભાડે રાખી શકે તેવી પરિસ્થિતિ હોતી નથી જેથી માલને ખુલ્લામાં મૂકવો પડે છે. આ મામલે એપીએમસીના સેક્રેટરી દ્વારા દરેક ખેડૂતો અને વેપારીઓને જાહેર સૂચના આપવામાં આવી હતી કે પોતાનો માલ અથવા ખેત પેદાશને યોગ્ય સુરક્ષિત જગ્યાએ ઉતારવા કે મૂકવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.