Abtak Media Google News

કંપનીનો  7400 મિલિયનનો  આઈપીઓ આવશે

સાયન્ટ  ડીએલએમએ  (સેબી)માં   ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. કંપનીનો આઇપીઓમાં કુલ રૂ.7,400 મિલિયનનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે.સાયન્ટ ડીએલએમ બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે ચર્ચા કરીને રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ સમક્ષ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ ફાઇલ કર્યા અગાઉ ચોક્કસ સીક્યોરિટીઝનો વધારે ઇશ્યૂ લાવવા વિચારી શકે છે, જેમાં એને ઉચિત લાગે એ અનુસાર, લાગુ કાયદા હેઠળ મંજૂરી મળવાને આધિન, રૂ.1,480 મિલિયન સુધીના મૂલ્ય સુધીની પ્રાઇવેટ પ્લેસમેન્ટ, રાઇટ્સ ઇશ્યૂ, પ્રેફરેન્શિયલ ઓફર કે અન્ય કોઈ પણ પદ્ધતિ દ્વારા સીક્યોરિટીઝ ઓફર સામેલ છે.

આઇપીઓ મારફતે પ્રાપ્ત ફંડનો ઉપયોગ સંવર્ધક મૂડી જરૂરિયાતો, મૂડીગત ખર્ચ, ઋણની પુન:ચુકવણી/આગોતરી ચુકવણી, એક્વિઝિશન્સ મારફતે ઇનઓર્ગેનિક વૃદ્ધિ હાંસલ કરવા તેમજ સાધારણ કોર્પોરેટ કામગીરીઓ માટે કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.

સાયન્ટ ડીએલએમ બે દાયકાથી વધારે સમયથી વિશ્વસનિય ઉત્પાદક પાર્ટનર અને સિસ્ટમ્સ સપ્લાયર છે, જે એરોસ્પેસ અને સંરક્ષણ, મેડિકલ ટેકનોલોજી અને ઔદ્યોગિ ક્ષેત્રોમાં વૈશ્વિક ઓઇએમ માટે હાઈ મિક્સ, ઓછાથી મધ્યમ વોલ્યુમ ધરાવતી અતિ જટિલ સિસ્ટમ્સ વિકસાવે છે. કંપની ભારતમાં અતિ થોડી ઇએમએસ કંપનીઓ પૈકીની એક છે, જે અતિ નિયમનકારક ઉદ્યોગોમાં કામ કરે છે અને ભારતમાં મૂલ્યની દ્રષ્ટિએ એરોસ્પેસ અને સંરક્ષણ ઉદ્યોગને ઇએમએસ સેવાઓની સૌથી મોટી સપ્લાયર છે. સાયન્ટ ડીએલએમ પ્રમોટર સાયન્ટ લિમિટેડની ડિઝાઇન ક્ષમતાઓનો ઉપયોગ કરે છે,

ગ્રાહકોને ડિઝાઇન સંચાલિત ઉત્પાદન   પ્રદાન કરતી સંકલિત ઉત્પાદક પાર્ટનર તરીકે કંપની ડિઝાઇન, ઉત્પાદન, પરીક્ષણ અને સર્ટિફિકેશન સપોર્ટની જવાબદારી લે છે, જેથી સુનિશ્ચિત થાય છે કે, ગ્રાહકોના ઉત્પાદનો વિશ્વસનિયતા, સલામતી અને કામગીરીમાં સર્વોચ્ચ ધારાધોરણો પૂર્ણ કરે તથા ઝડપી ટાઇમ-ટૂ-માર્કેટ  હાંસલ થાય. સાયન્ટ ડીએલએમ વિવિધ ટોચના ગ્રાહકો સાથે સંકલિત પાર્ટનર તરીકે લાંબા સમયથી સંબંધ ધરાવે છે. આ ગ્રાહકોમાં હનીવેલ ઇન્ટરનેશનલ ઇન્ક.  , થેલ્સ ગ્લોબલ સર્વિસીસ એસ.એ.એસ  , એબીબી ઇન્ક, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને મોલ્બાયો ડાઇગ્નોસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ સામેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.