Abtak Media Google News

ચાર શખ્સોએ મારામારી કરતા ક્ધડક્ટરના ખિસ્સામાંથી ટિકિટના રૂપીયા પડી ગયા

વિંછીયા રાજકોટ રૂટની એસ.ટી. બસના ચાલક -કંડકટરને સરધાર ગામના ચાર શખ્સે મારમારી ફરજમાં રૂકાવટ કર્યાની આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. મારમારતી વેળાએ કંડકટરના ખિસ્સામાંથી ટિકિટના પૈસા પણ પડી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે.

Advertisement

બનાવ અંગે એસ.ટી.બસના ચાલક જિતેન્દ્રભાઈ અમૃતલાલ વોરા એસ.ટી. ની જી.જે.૧૮ ઝેડ ૦૨૩૮ નંબરની બસ વીછીયા રાજકોટ રૂ ટ પર લઈને નીકળ્યા હતા. સોમવાર હોવાથી બસ મુસાફરોથી ભરેલી હતી. દરમિયાન બસ સાડાસાત વાગ્યાના અરસામાં સરધાર ગામે પહોચી હતી બસમાં ગીર્દી હોય એક યુવતી બસમાં ચડતી વેળાએ સીડી પર પગ લપસી જતા તે પડી ગઈ હતી. ત્યારે અહી ઉભેલા ચાર શખ્સે કંડકટર દિલીપભાઈ તમે આટલા બધા મુસાફરો કેમ ભરો છો તેમ કહી ઝઘડો કર્યો હતો. જેથી ચાલક જીતેન્દ્રભાઈ તેમની બસનાં કંડકટર પાસે પહોચી જતા ચારેય શખ્સ વધુ ઉશ્કેરાયને કંડકટર દિલીપભાઈને અને ચાલક જિતેન્દ્રભાઈને ધોલધપાટ શરૂ કરી ગાળો ભાંડવા લાગ્યા હતા ધોલધપાટ વેળાએ કંડકટર પાસે રહેલું ટિકીટનું મશીન ખેંચતા તેનું કવર તૂટી પડયું હતુ એટલું જ નહી કંડકટર પાસે ટિકીટ કલેકશનના રૂપિયા .૪,૪૩૪ પૈકી રૂપિયા .૨,૯૯૭ની રોકડ ઝપાઝપી સમયે ખિસ્સામાંથી પડી ગયા હતા બનાવ બાદ બસ રાજકોટ પહોચતા ચાલક જીતેન્દ્રભાઈએ બનાવ અંગે ડેપો મેનેજરને બનાવની વાત કરતા તેમણે પોલીસ ફરિયાદ કરવા જણાવ્યું હતુ. ચાલક જીતેન્દ્રભાઈએ નોંધાવેલી ફરિયાદમાં ચાર પૈકી એક શૈલેષભાઈ બુઢાણીયા જેને માથા પર ચોટલી વાળો શખ્સ અને ત્રણ ૨૫ થી૩૦ વર્ષના હોવાનું જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.