Abtak Media Google News

વર્ષાનો વૈભવ અંતર્ગત વિવિધ બેનમુન શિલ્પોએ નગરજનો-કલાકારોમાં આકર્ષણ જમાવ્યું 

રાજકોટ આંગણે આ ગેલેરી ખાતે યોજાયેલા શિલ્પકાર રતિલાલ કાંસોદરીયાના વિવિધ શિલ્પોમાં તેમની કલા કારીગરને વર્ષાના વિવિધ થીમ જોવા મળ્યા હતા. પ્રદર્શનમાં વિવિધ શિલ્પોમાં વરસાદનો છડીદાર, વૃક્ષોની વનરાજી, વિરાટનો વરસાદ, માગ્યા મેહ વરસે, મેહનો મેહ, તરસ્યુ માટલુ, વર્ષા ખેંચ, વૃક્ષાનો વરસાદ, વર્ષા નૃત્ય, દેવદૂતની વૃક્ષ વાવણી, સુરજના સાચવનારા, જળ દેવીના હ્રદયભેર આશીર્વાદ, સ્વતંત્રતાનું સંગીત, આપવામાં આનંદ બાળમનનું વાદળ જેવા વિવિધ સુંદર કલા શિલ્પ જોવા મળતા હતા.

Advertisement

Vlcsnap 2020 03 14 05H24M55S321

પ્રદર્શનના કાર્યક્રમમાં મૌલેશભાઇ પટેલ, ઉઘોગપતિ અરવિંદભાઇ પટેલ, આર્કિટેક કિશોર ત્રિવેદી, બળવંતભાઇ જોશી સહિતના મહાનુભાવો હાજર રહીને શિલ્પકાર રતિલાલ કાંસોદરીયાની કલાની પ્રસંશા કરતા શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમ સંચાલન આર્ટીસ્ટ સુરેશભાઇ રાવલે કર્યુ હતું. ૧૯૮૬ થી ૨૦૧૯ના સાડા ત્રણ દાયકાના આ ગાળામાં રતિલાલે રાજેલી કલાકૃતિઓ રાજય અને દેશનાં સીમાડા ઓળંગીને દુનિયાનાં વિવિધ શહેરોમાં પહોંચી ગઇ છે. વિશ્ર્વના કોઇપણ શિલ્પકારનું સ્વપ્ન હોય એવા ચીનના ચાંગબાઇ માઉન્ટેઇન ઇન્ટરનેશનલ  સ્કલપચર સિમ્પોઝિયમ-૨૦૧૫ સહીત ચીનમાં ત્રણ વખત તેમના પબ્લિક સ્કલપચર્સ પ્રદર્શિત કરાયા છે. વર્ષ ૨૦૦૯ માં ગુજરાત રાજય લલિત કળા અકાદમીનો ગુજરાત ગૌરવ પુરસ્કાર અને ૨૦૧૬માં ગુજરાત કલા પ્રતિષ્ઠાનો ભારત કલારત્ન પુરસ્કાર સહીત અન્ય રાજયો અને વિશ્ર્વની પ્રતિષ્ઠિત સંસ્થાઓ તરફથી ત્રીસેક જેટલા સન્માન પારિતોષિકો પ્રાપ્તછે. મારા શિલ્પોએ વિશેષ કશું નહી, પણ ગ્રામજીવનમાં પરિવેશ, સંસ્કૃતિ અને પરંપરાનો તીવ્ર આવેગ છે. જે સાંપ્રત સમયને સ્પર્શે એવા શિલ્પ રૂપે ઘડાઇને બહાર આવે છે. અત્યાર સુધીમાં પ૦૦ ઉપરાંત એકઝબિશન ર૦ જેટલા રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય  પાટીસિપેશન, રપ જેટલા શિલ્પોનું જાહેર સંસ્થાઓ અને સરકારી કલાસંગ્રહોમાં સ્થાન, દેશ-દુનિયામાં પ૦ જેટલા પ્રતિષ્ઠિત મહાનુભાવોના નિવાસસ્થાનોમાં શોભે છે. ભારત ઉપરાંત એશિયા, યુરોપ, આફ્રિકા અને અમેરિકાના દેશોમાં પ્રદર્શિત અને સન્માનીત થયેલા તેમના શિલ્પો તેમને ગુજરાતના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત શિલ્પકાર તરીકે નવાજે છે.

Vlcsnap 2020 03 14 05H23M10S376

ચોમાસાનાં સાચાં સૌદર્યને ભલા એક ધરતીપુત્રથી વિશેષ કોણ જાણે? જગત પર ખેડૂતનો જન્મ અને સમગ્ર જીવન ધરતીની કૂખમાં પૂર્ણ  થાતાં હોય છે. આવા ધરતીનું ઘાવણ ઘાવીને, શ્રમપ્રસ્વેદ વહેવડાવીને જગતભરના અનેક જીવોને ધાન્ય ધરીને આ જગતાત જીવાડે છે. આવા સાર્વોપરીપણાના ઇશ્ર્વરકૃત ક્રમનો સંપૂર્ણ આધાર જો જોવા જઇએ તો આકાશેથી વરસતા મેઘમહારાજ પર જ નિર્ભર કરે છે. સાચા અર્થમાં જો જાવા જઇએ તો આપણાં સૌની રોટી પ્રભુ દરબારમાંથી વરસતી મેઘકૃપાને આભારી છે. પ્રભુને રીઝવતો, પ્રભુનાં ચિત્રો દોરતો, આવા દુ:ખના દહાડાઓમાં ગામના જ્ઞાની વડીલોની સુખ પ્રસરાવતી વાતો હૈયાધારણ આપતા વ્હેણો બોલતા મેં સાંભળ્યા છે. જેમાંથી વર્ષો પહેલાની વાતો મને આજે પણ શિલ્પ-શૃંખલાઓ સર્જવાની ઉત્તમ પ્રેરણાઓ પૂરી પાડે છે. હું જો કહું તો, મારા જીવન પર્યત માત્ર આ બૃહદ વિષય પર શિલ્પો સર્જતો રહું તો પણ જીવન ટુંકુ પડે તેમ છે.

1.Monday 2

લાઇવ પોટ્રેટ કલબ રાજકોટ દ્વારા શિલ્પકારનું સન્માન

Img 20200314 Wa0307

રાજકોટની લાઇવ પોટ્રેટ કલબ દ્વારા શિલ્પકાર રતિલાલ કાંસોદરીયાનું પ્રદર્શનના પ્રારંભે સુંદર મોમેન્ટો આપીને અભિવાદન કરાયું હતું. પોટ્રેટ કલબના જાણીતા કલાકારો સંજય કોરીયા, ભગીરથ બારહટ, તૃષાર પટેલ, તુલશી પટેલ, નટવર સુરેલા, અશ્ર્વીન ચૌહાણ, સાજીદ કપાસી, રાજન કાપડીયા, જીલ સંઘવી, અને રેખાબેન આશરાએ સન્માન કરીને પ્રદર્શનની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી. રાજકોટ ખાતે શિલ્પકારના પ્રથમ પ્રદર્શને સર્વો રાજકોટનાં કલાકારોએ વિવિધ શિલ્પોની છણાવટ સાથે ચર્ચા કરીને આર્ટના વિવિધ પાસા વિકસાવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.