Abtak Media Google News

સંરક્ષણ ક્ષેત્રે દેશને આત્મનિર્ભર બનવા વધુ એક ડબલું માંડ્યું, સિસ્ટમ સહિતની ટેકનોલોજીને અધ્યતન બનાવાશે

દેશ હાલ આત્મા નિર્ભર બનવા તરફ અગ્રેસર બની રહ્યો છે ત્યારે સંરક્ષણ ક્ષેત્રમાં પણ આત્મનિર્ભર બનવા તરફ સરકારે આગેકુચ કરી છે. આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ સંરક્ષણ ક્ષેત્રમાં અધ્યતન ટેકનોલોજી નો સમન્વય કરવા માટે સરકારે 36,000 કરોડ રૂપિયાના કરારો પર મંજૂરની મોહર લગાવી છે જેમાં હવે સરક્ષણ ક્ષેત્રે એડવાન્સ ડિફાઇન્સ મિસાઈલ સિસ્ટમ સૈન્યને સોંપવામાં આવશે એટલું જ નહીં મિસાઈલ સિસ્ટમ ને વધુ વિકસિત બનાવવા માટે સરકાર 6000 કરોડ રૂપિયા નો ખર્ચ પણ કરશે. ભારતીય નૌકાદળે પણ નેક્સ્ટ જનરેશન ઓફસોર પેટ્રોલ વેસલને અધ્યતન બનાવવા માટે 19,600 કરોડ રૂપિયાના કરારો કર્યા છે.

Advertisement

જેથી નૌકાદળને વધુ 11 ઓફશોર પેટ્રોલ વેસલ મળશે. બીજી તરફ નોકા દળમાં મિસાઈલને સંભાળી શકે તેવા જહાજોની ખરીદી કરવા માટે સરકાર 9,805 કરોડ રૂપિયા ના કરારો કર્યા છે જેથી ભારતનું નૌકાદળ પણ મજબૂત બને અને સંરક્ષણ ક્ષેત્રે પોતાનું આધિપત્ય સ્થાપિત કરે.

નૌકાદળ ને વધુ મજબૂત બનાવવા માટે એર મિસાઈલ સિસ્ટમની સાથોસાથ ઘન ફાયર કંટ્રોલ સિસ્ટમ પણ ભારતમાં જ બનાવવા માટે અને તેનું ટેસ્ટિંગ કરવા માટે સંરક્ષણ મંત્રાલય દ્વારા કરારો કરવામાં આવ્યા છે જેથી લાંબા ગાળાના ટાર્ગેટને પણ ખૂબ સરળતાથી વિંધી શકાય. માત્ર મિસાઈલ સિસ્ટમ જ નહીં પરંતુ રડાર લોકેટિંગ વેપનની પણ ખરીદી સંરક્ષણ વિભાગ કરશે. બીજી તરફ ભારતીય સૈન્ય માટે મિસાઈલ લોન્ચર વ્હીકલ નું પણ આયોજન કરવામાં આવ્યું છે જેના માટે ભારત ડાયનામિક લિમિટેડ સાથે સરક્ષણ વિભાગ એ 8160 કરોડ રૂપિયાના કરારો કર્યા છે.

વાતની ગંભીરતાને ધ્યાને લઇ એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે સરકાર હવે સંરક્ષણ ક્ષેત્રને અભેદ ચક્ર માં રૂપાંતરિત કરવા માટેના આ તમામ પગલાંઓ લઈ રહ્યા છે ને સંયુક્ત રીતે આશરે છત્રીસ હજાર કરોડ રૂપિયાના કામો અને કરારોને મંજૂરીની મોહર પણ લગાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.