Abtak Media Google News

પરિવાજનો ગુમ નોંધ લખવવાં ગયો તો પુત્ર વેપારીને બુચ મારી નાશી ગયાનું
જાણવા મળ્યું 

રાજકોટમાં સોની બજારમાં કેટલાક વેપારીઓનું સાતેક કરોડનું 16 કિલો જેટલું સોનુ લઇ બોબી નામનો કારીગર ગઈકાલ રાત્રે નાશી ગયાની ચર્ચા શરૂ થઇ હતી.જેથી પોલીસમાં છેતરપિંડીનો ભોગ બનેલા વેપારીઓએ ફરિયાદ કરતા તેના વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ શહેરમાં સાતેક સોની વેપારીઓ પાસેથી તેજશ ઉર્ફે બોબી નામનો શખ્સો સોનું મેળવી દાગીના બનાવવાનું કામ કરતો હતો, વેપારીઓ પાસેથી સોનું લઇ બોબી નિયત સમયે દાગીના બનાવીને આપતો હતો,વેપારી પાસેથી સોનું મેળવતો હતો તેટલા પ્રમાણમાં દાગીના આપતો નહોતો, અને થોડા દિવસો બાદ અન્ય દાગીના આપી દેશે તેવી વાત કરતો હતો, વર્ષોથી બોબી દાગીના બનાવીને આપતો હોવાથી વેપારીને તેના પર વિશ્વાસ હતો પરંતુ વેપારીઓએ લાંબા સમયે હિસાબ માંડ્યો તો બોબી પાસેથી 7 કરોડનું લેણું નીકળતું હોવાનું બહાર આવ્યું હતું,

બોબીએ પણ થોડા દિવસમાં સોનું પરત કરી દેશે તેવી વાતો કરી સમય પસાર કર્યો હતો અને અંતે હાથ ઊંચા કરી દીધા હતા. અંતે આ અંગે વેપારીઓએ ક્રાઇમ બ્રાંચમાં અરજી કરતાં પોલીસે બોબીની શોધખોળ શરૂ કરી હતી.ઉપરાંત કેવડાવાડીમાં રહેતો રાણપરા પરિવાર ગુરુવારે એ.ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને તેમનો પુત્ર તેજશ ઉર્ફે બોબી શિરીષ રાણપરા ગુરુવારે સવારે કરણસિંહજી હાઇસ્કૂલ નજીકથી લાપતા થયાની વાત કરી હતી, પોલીસ તેજશ ઉર્ફે બોબીના ગુમ થવાની નોંધ કરતી હતી તે વખતે જ બોબીએ રૂ.7 કરોડના સોનાનું ફુલેકું ફેરવ્યાની જાણ થતાં પોલીસે બોબી સામે ગુનો નોંધવાની કવાયત શરૂ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.