Abtak Media Google News

કેશોદ નગરપાલિકાના ચીફ ઓફીસર દ્વારા ઉપપ્રમુખનું પદ ખાલી થયાની લેખીતમાં જિલ્લા કલેકટરને કરી જાણ

કેશોદ શહેરમાં ભરબજારે પૈસાની લેતી દેતી બાબતે જૂના ભાગીદારો વચ્ચે લોહીયાળ જંગ ખેલાયો હતો. જેમાં ભીભાઈ રામાભાઈ હરીયાળીનું મોત નિપજતા ખૂનનો ગુનો કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાતા આરોપીને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા. ગણતરીના કલાકમાં એલસીબી અને કેશોદ પોલીસ દ્વારા સાત આરોપી ઝડપી પાડયા હતા અને તપાસ રીમાન્ડ પુરી થતા જેલ હવાલે કર્યા હતા.

રાજકોટ આર.આર.એલ દ્વારા દ્વારા રાજકોટ મોરબી રોડ સામા કાંઠા વિસ્તારમાંથી સમગ્ર ઘટનામાં કાવત‚ રચનાર કેશોદ નગરપાલીકાના ઉપપ્રમુખ અને ભાજપના સુધરાઈ સદસ્ય વિરાભાઈ પુજાભાઈ સિંઘલની અટક કરેલી છે કેશોદ પોલીસને જાણ કરવામાં આવતા આરોપીનો કબજો મેળવેલ હતો. નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા એક દિવસના રીમાન્ડ પૂર્ણ થતા જૂનાગઢ જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. ખૂનના ગુનામાં મુખ્ય કાવત‚ ઘડનાર તરીકે જેલ હવાલે થયેલા નગરપાલીકાનાં ઉપપ્રમુખ દ્વારા અંગત કારણોસર હોદા પરથી લેખીતમાં રાજીનામું તા.૯.૭ના રોજ આપ્યું હતુ.

કેશોદ નગરપાલીકાના ઉપપ્રમુખનું રાજીનામું આપ્યા બાદ ત્રીસ દિવસની સમયમર્યાદા પુરી થતા ચીફ ઓફીસર દ્વારા લેખીતમાં પોતાનો રીપોર્ટ જૂનાગઢ જિલ્લા કલેકટર સમક્ષ રજૂ કરી ખાલી થયેલ પદ માટેની આગળની કાર્યવાહી કરવા જાણ કરી છે.જૂનાગઢ જિલ્લા કલેકટર દ્વારા બાકી રહેલી મુદત માટે ઉપપ્રમુખની વરણી કરવા માટે સામાન્ય સભા બોલાવવા એજન્ડા બહાર પાડી ચૂંટાયેલા સદસ્યોને જાણ કરવામાં આવશે. એકાદ દિવસમાં ખાસ સાધારણ સભા માટેની જાણ થવાની સંભાવના છે.ત્યારે નગરપાલીકામાં રાજકીય ક્ષેત્રે ગરમાવો આવી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.