Abtak Media Google News
  • ફ્રન્ટ રનિંગ અને ઇનસાઈડર ટ્રેડિંગ રોકવા સેબીએ નિયમોમાં કર્યા સુધારા

અબતક, નવી દિલ્હી : સેબીએ મ્યુચ્યુઅલ ફંડ્સના રોકાણકારોનો ભરોસો કેળવ્યો છે. આ માટે મ્યુચ્યુઅલ ફંડ્સમાં ફ્રન્ટ રનિંગ, ઇનસાઇડર ટ્રેડિંગ રોકવા નિયમોમાં સુધારા કર્યા છે. સેબીના બોર્ડે મ્યુચ્યુઅલ ફંડને સંચાલિત કરતા ધોરણોમાં સુધારો કરવાનો નિર્ણય કર્યો છે, જ્યાં એસેટ મેનેજમેન્ટ કંપનીઓએ માર્કેટમાં ફ્રન્ટ રનિંગ અને સિક્યોરિટીઝમાં ફ્રોડને ઓળખીને તેને રોકવા માટે સંસ્થાકીય મિકેનિઝમ લાગૂ કરવું પડશે.

Advertisement

બોર્ડની બેઠક બાદ સેબીએ જણાવ્યું હતું કે માર્કેટમાં ફ્રન્ટ રનિંગ, ઇનસાઇડર ટ્રેડિંગ અને સંવેદનશીલ માહિતીના દૂરુપયોગ સહિતની કેટલીક અન્ય ગેરવર્તણૂકની ઓળખ, મોનિટરિંગ અને ઉકેલ માટે મિકેનિઝમમાં મજબૂત સર્વેલન્સ સિસ્ટમ, આંતરિક નિયમનની પ્રક્રિયાનો સમાવેશ થાય છે.

વીસી રેગ્યુલેશન્સ , 1996 અંતર્ગત રજિસ્ટર્ડ વેન્ચર કેપિટલ ફંડ્સને અલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફંડ્સ-1ની સબ કેટેગરીમાં અલગથી શિફ્ટ કરવાનો વિકલ્પ આપ્યો છે. તેઓ આ કેટેગરીમાં કોઈપણ અરજી કે રજિસ્ટ્રેશન ફી વિના માત્ર વધારાની રોકાણ શરતો સાથે સામેલ થઈ શકશે. જેમાં તેઓ અનલિક્વિડેટેડ રોકાણો સાથે ડીલ કરવા મુદ્દત, લિક્વિડેશન પિરિયડ, ડિસોલ્યુશન પિરિયડમાં અનૂકુળતાનો લાભ લઈ શકશે

વીસીએફના ધોરણો હેઠળ નોંધાયેલા વેન્ચર કેપિટલ ફંડ્સ જે સ્કીમના સમયગાળા દરમિયાન રોકાણનો સમગ્ર રીતે ઉપયોગ કરવામાં સક્ષમ નથી અને આ સમસ્યાના નિરાકરણ માટે સેબીના બોર્ડે આ પ્રકારના વેન્ચર કેપિટલ ફંડ્સને એઆઈએફ હેઠળના નિયમોમાં માઇગ્રેટ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે અને વેન્ચર કેપિટલ ફંડ્સ પણ હવે વધુ સુવિધાનો ઉપયોગ કરી શકશે.

સેબીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતના ગિફ્ટ સિટી ખાતે સ્થપાયેલા વિદેશી ફંડ્સ હવે એનઆરઆઇ તેમજ અન્ય ભારતીય મૂળના લોકો પાસેથી સંપૂર્ણ રોકાણ લઇ શકશે. જો કે, સિંગલ ઇન્ડિયન ગ્રૂપમાં ઇક્વિટી એસેટ્સ અંડર મેનેજમેન્ટનો હિસ્સો 33%થી વધુ રહેશે તો ફંડ દ્વારા તે રોકાણકાર અંગેની માહિતી આપવી અનિવાર્ય રહેશે. તે ઉપરાંત જો ફંડ તેના રોકાણના ગ્રૂપ સાથે ભારતીય માર્કેટમાં ઇક્વિટી એયુંએમના 3 બિલિયન ડોલર રોકાણ ધરાવે છે તો પણ તેની માહિતી આપવી અનિવાર્ય રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.