Abtak Media Google News

પીડીયુ સિવિલ હોસ્પિટલનું ‘હેલ્પ ડેસ્ક’ ગુજરાતની સરકારી હોસ્પિટલ માટે રોલ મોડલ બનશે

દર્દીઓને લગતી સુવિધા અને સવલતો માટે રોજિંદા રિપોર્ટ આપવા માટે તબીબી અધિકક્ષકને તાકીદ

રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલ ખાતે ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમના સદસ્યો દ્વારા જાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને દર્દીઓને લગતી સુવિધા અને સવલતો માટે રોજિંદા રિપોર્ટ આપવા માટે પણ તબીબી અધિક્ષકને તાકીદ કરવામાં આવ્યા હતા.આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ આજરોજ ગાંધીનગર આરોગ્ય વિભાગ ખાતેથી ડેપ્યુટી ડાયરેકટર પબ્લિક હેલ્થ ડો.ચૌધરી અને કોર્ડીનેટર યશસ્વીનીબેન જેઠવા પીડીયુ સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા. અગાઉ થયેલી મુલાકાત બાદ આજે લેવાયેલા જાત નિરીક્ષણમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલની સુવિધાઓને સવલતોના વખાણ કર્યા હતા.

આ તકે સિવિલ હોસ્પિટલ તબીબી અધિક્ષક ડો. આર.એસ.ત્રિવેદી સહિત હોસ્પિટલની ટીમ પણ સાથે રહી હતી.એટલું જ નહીં પરંતુ પીડીયુ સિવિલ હોસ્પિટલ દ્વારા શરૂ કરવામાં આવેલા હેલ્પ ડેસ્કના પ્રયોગને ગુજરાતભરમાં રોલ મોડલ તરીકે લેવામાં આવશે અને રાજ્યની સરકારી હોસ્પિટલમાં તેનો અમલ કરવામાં આવશે. આ સાથે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલને એક કોર્પોરેટ હોસ્પિટલ સાથે સરખાવ્યું હતું.જ્યારે બીજી તરફ ડો.ચૌધરી અને યશસ્વીનીબેન જેઠવા દ્વારા ઇમરજન્સી વિભાગ, પીએમજેવાય સુવિધાને હજુ વિકસાવવા માટે સુચનો આપવામાં આવ્યા હતા. જ્યારે બીજી તરફ આ ટીમ દ્વારા દર્દીઓની સુવિધા અને સવલતો વધારવા માટે રોગી કલ્યાણ સમિતિમાં આવતા ફંડનો પણ ઉપયોગ કરવા માટે સિવિલ હોસ્પિટલ તબીબી અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદીને તાકીદ કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.