Abtak Media Google News

આજે વિશ્વ થેલેસેમિયા દિવસ

અબતકની મુલાકાતે થેલેસેમિયા સોસાયટી સિવિલ ના જિંદા દિલ બાળકોએ કરી મન ખોલીને વાતો

થેલેસેમિયા સોસાયટીના મેજર દર્દીઓએ અબ તક ના માધ્યમથી સમાજને અપીલ કરી હતી કે આ બીમારી અટકાવવા માટે જનજાગૃતિ જરૂરી છે .બાળકોની સગાઈમાં જન્મકુંડળીના બદલે થેલેસેમિયા ટેસ્ટ ને અગ્રતા આપવી જોઈએ ,થેલેસેમિયા ટેસ્ટ જરૂરથી કરાવવાની જાગૃતિથી થેલેસેમિયા મેજર બાળકો નો જન્મ થતા અટકશે ,થેલેસેમિક બાળકોએ અબ તકના માધ્યમથી અપીલ કરી હતી કે અમે જે તકલીફો ઉપાડી રહ્યા છીએ, અમારો પરિવાર જે સમસ્યા નો સામનો કરી રહ્યા છે તે અન્ય કોઈ ન કરે તે માટે જાગૃતિ જરૂરી છે, થેલેસેમિયા સોસાયટી સિવિલ હોસ્પિટલના તમામ બાળ દર્દીઓનું વજન 50 કિલો થી વધુ છે, હિમોગ્લોબીન ની ટકાવારી 12.5 થી વધુ છે દરેક 18 થી 60 વર્ષના લોકો રક્તદાન કરે તેવી અપીલ કરી હતી રક્તદાન જ થેલેસેમિક બાળકોનું જીવન હોય રક્તદાનથી થેલેસેમિક દર્દીઓને 15 દિવસ માટે નવું જીવન મળી રહે છે..

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારની વ્યવસ્થા છે પણ ઘણીવાર રક્તની અછત સર્જાય છે કેટલીક દવાઓ ઉપલબ્ધ  નથી દેશ દે ડેન્શપરાજ પંપ ઉપલબ્ધ નથી, સિવિલ હોસ્પિટલમાં હેમોટોલોજીસ ડોક્ટર જ નથી તે દર્દીઓ માટે વધુ સમસ્યા રૂપ બની રહ્યું છે. થેલેસેમિક બાળકોને વિકલાંગ કેટેગરીમાં સમાવેશ કરવા જોઈએ જેથી બસ રેલવે અને નોકરીમાં અને કુપનને અંત્યોદય નો લાભ મળી શકે. થેલેસેમિક દર્દીઓ માટે દવા ઇન્જેક્શન અને ખાસ કરીને આર્થિક નબળા પરિવારો ના દર્દીઓ માટે મુસાફરીના પૈસા અને રાશન કીટ ની જરૂરિયાત હોય છે, આ માટે દાતાઓને પેલેસેમિયા સોસાયટી સિવિલના હિરેનભાઈ મંગલાની મોબાઈલ નંબર 84 90 92 82 47 દુર્ગેશભાઈ ગંગાર 677 55 4 74 અને સંસ્થાનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે

સિવિલ હોસ્પિટલ અને બડા બજરંગ ગ્રુપ જેવી સંસ્થાઓ અમારા માટે આશીર્વાદરૂપ હિરેન મંગલાણી

વિશ્વ થેલેસેમિયા દિવસની ઉજવણી ની જનજાગૃતિના ભાગરૂપે અબ તકની મુલાકાતે આવેલા થેલેસેમિક હિરેનભાઈ મંગલાણી એ જણાવ્યું હતું કે થેલેસેમિક દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલમાં જરૂરી વ્યવસ્થાઓ મળી રહી છે બડા બજરંગ ગ્રુપ જેવી સંસ્થાઓ રક્તથી લઇ જરૂરી સેવા માટે અમારા માટે આશીર્વાદરૂપ બની રહી છે હું 22 વર્ષથી થેલેસેમિયા સામે જંગ કરી રહ્યો છું દર્દીઓને મદદરૂપ થવા માટે સમાજને રક્તદાનની વધુમાં વધુ જાગૃતિ કેળવવાની જરૂર હોવાનું તેમણે જણાવ્યું હતું

થેલેસેમિક બાળકોને ઇન્જેક્શન દવા અને રક્ત સમયસર મળે તેવી વ્યવસ્થાની જરૂર છે ;પૂનમ લીંબાસીયા

થેલેસેમિક દર્દી પુનમબેન લીંબાસીયા એ અબ તક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે થેલેસેમિક દર્દીઓ માટે રક્તની જેમ દવા અને ઇન્જેક્શનનોની પણ નિયમિત જરૂર હોય છે સિવિલમાં છેલ્લા છ મહિનાથી ડેસ્ ફરલ ઇન્જેક્શન ની અછત છે બજારમાં 1800 ના 10 લેખે મળતા ઇન્જેક્શન દરેક દર્દીને લેવા પ્રવર્તતા નથી દવા પણ અનિયમિત મળે છે થેરેસેમિક દર્દીઓ માટે ઇન્જેક્શન દવા અને રક્તની નિયમિત વ્યવસ્થા થાય તે જરૂરી હોવાનું ગણાવી સમાજને રક્તદાન માટે જાગૃત થવા અપીલ કરી હત

પેલેસેમિક સોસાયટી સિવિલ રાજકોટ ના થેલેસેમિક બાળકો આજે વિશ્વ થેલેસેમિયા દિવસ ની ઉજવણી ને વ્યાપક જાગૃતિ નું માધ્યમ બનાવવા ના હેતુથી અબ તકની મુલાકાતે આવ્યા હતા થેલેસેમિયા સોસાયટીના પ્રતિનિધિઓ તરીકે આવેલા ભગવતીબેન પિત્રોડા પૂનમબેન લીંબાસીયા ચિરાગભાઈ દુલેરા હિતેશભાઈ  ભારખીયા હિરેનભાઈ મંગલાણી અમિતભાઈ પરમાર સાગરભાઇ ધ્રુમલભાઈ ધામેશિયા અને આશિષભાઈ દેવડીયાએ અબ તક સાથેની વાતચીતમાં જિંદા દિલ્હીનું પ્રદર્શન કરી જીવનની આફતને કેવી રીતે હસ્તે મોઢે હેન્ડલ કરવી તેની વાતો કરી હતી

સિવિલ હોસ્પિટલમાં હેમોટોલોજિસ્ટ ડોક્ટરની ખાલી જગ્યા ભરવી જરૂરી :અમિત પરમાર

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 600થી વધુ થેલેસેમિક દર્દીઓ નિયમિત સારવાર લઈ રહ્યા છે 20 વર્ષથી નિમિત લોહીના સહારે થેલેસેમિયા સામે જંગ કરી રહેલા અમિતભાઈ પરમારે જણાવ્યું હતું કે વ્યવસ્થામાં હજુ ઘણું ખૂટે છે .સિવિલ હોસ્પિટલમાં હેમોટોલોજીસ્ટની જગ્યા લાંબા સમયથી ખાલી છે .થેલેસેમિયા ની સારવાર ભગવાન ભરોસે જ થાય છે.. થેલેસેમિયા થી પીડિત બાળકોને લોહી ચડાવવા થી લઈને લોહી પરીક્ષણ અને નિયમિત ચેકઅપ માટે હેમેટ્રોલોજીસ્ટની જગ્યા ભરવી જરૂરી છે તેમ  અમિત પર મારે જણાવ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.