ખેતરોમાં ઠલવાતા ‘વેસ્ટ’માં 90 ટકા કેમિકલ હોય છે

સેલવાસ. નરોલી પંથકમાં આવેલી અમુક માર્બલ કંપનીઓ ખુલ્લામાં વેસ્ટનું નિકાલ કરી પ્રદૂષણને ન્યૌતરી રહી છે. મળતી માહિતી મુજબ અમુક માર્બલ કંપનીઓ ભાડેથી ખેતર લઈ ત્યાં માર્બલનાં કચરા જેમાં 90% કૈમિકલ હોય છે, તેનું નિકાલ કરે છે. એનાં લીધે કૈમિકલવાલુ જહેરી પાણી સીધું ભૂગર્ભમાં જઈ પ્રસરી સ્વચ્છ ભૂજલને દૂષિત કરી નાખે છે.

એવા જમીન માલિકો થોડા પૈસાનાં લાલચમાં પોતાની ભૂમિ સાથે બાજૂ વાળાનાં ખેતર અને આસ-પાસના ભૂજલને પ્રદૂષિત કરવાનો કામ કરે છે. ગયા વર્ષે માર્બલ કંપનીઓની ખુલ્લામાં કૈમિકલવાલો કચરો ઠાલવાનો સમાચાર બ્રોડકાસ્ટ કર્યા બાદ તંત્રએ નોંધ લીધી હતી.

હવે પાછો માર્બલ કંપનીઓ તેજ કારસો ચાલૂ કરતાં જાહેર સ્વાસ્થ્ય સામે ખતરો પ્રબળ થયો છે. કંપનિયો બિઝનેસ કરે વાંધો નથી, પણ જરૂરી સાવચેતી અને નીતિ-નિયમોનાં પાલન કરી ઉત્પાદન કરે તો કોઈનું કશું તકલીફ નથી. આ વાત સમઝી પ્રશાસનને પણ   પગલા લેવા પડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.