Abtak Media Google News

21 મી સદીનો સાયબર યુગ દિવસો વિતવાની સાથે ઇન્ટરનેટના જાળાં અને ટેકનોલોજીનાં સાત કોઠા વચ્ચે ગુંથાઇ રહ્યો છે. આ એક એવો યુગ છે જેમાં ડગલે ને પગલે માનવજાતને સેમી કન્ડક્ટરના ઉપયોગ થયેલી વસ્તુઓ વાપરવાની રહેશે. વિશ્વની સૌથી વધારે વસ્તી ધરાવતા દેશ હોવાના નાતે ભારતને સેમી કન્ડક્ટરની સૌથી વધારે જરૂર પડવાની છે. આંકડા બોલે છે કે દેશમાં સેમી કન્ડક્ટરનો વપરાશ વાર્ષિક 19 ટકાનાં દરે વધી રહ્યો છે અને 2026 સુધીમાં ભારતનું સેમીકન્ડક્ટરનું માર્કેટ 300 અબજ ડોલરને આંબી જશે. એકતરફ આપણે ક્રુડતેલનું આયાત બિલ ઘટાડવા દેશ આખાની પરિવહન વ્યવસ્થા બદલવાનું અભિયાન ચલાવી રહ્યા છીઐ તો બીજીતરફ આ સેમી કન્ડક્ટરનો વધતો વપરાશ આપણા આયાત બિલ સામે મોટો પડકાર બનીને ઊભો રહે તેવા સંકેતો મળી રહ્યા છે.

વર્ષ 2021 માં ભારતમાં 119 અબજ ડોલરની સેમી ક્ધડક્ટર ચિપ્સ વપરાઇ હતી. ઇન્ડિયન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સેમી કન્ડક્ટર એશોસિએશન  એ કરેલા સર્વે અનુસાર સ્માર્ટ ફોન, કોમ્પ્યુટર, ક્લાઉડ ડેટા સેન્ટર, ઓટોમોબાઇલ,  ટેલિકોમ, અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતનાં અનેક ઉદ્યોગો સેમી ક્ધડક્ટર ચિપ્સ વિના ચાલી શકવાના નથી.  માર્કેટ આટલું મોટું હોવા છતાં હજુ ભારતમાં દેશનો સૌ પ્રથમ સેમી કન્ડક્ટર પ્લાન્ટો શરૂ થવાની વાતો ચાલે છે. હાલમાં ભારતનાં કુલ વપરાશનાં માંડ નવ ટકા સેમી ક્ધડક્ટર સ્થાનિક સ્તરે બનેલા હોય છે. મતલબ કે આપણે ક્રુડતેલની આયાતમાં કરેલી બચત સેમીકન્ડક્ટરની આયાતમાં વાપરી નાખવાના છીએ. ભારત સરકારનાં પોલિસી ઘડનારાઓ આવનારા આ પડકારથી સાવ અજાણ છે એવું પણ નથી પણ તેમની સામે તકો કરતા પડકારો વધારે છૈ.  સરકારે સેમીકન્ડક્ટરનાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ખાસ 10 અબજ ડોલરની યોજના પણ બનાવી હતી. સરકારે ઓટો મેકરને સેમીકન્ડક્ટરની સમસ્યા સામે લડવા માટે તેની ડિઝાઇનનાં ખર્ચનાં 50 ટકા સરકાર ઉઠાવશે ઐવી જાહેરાત કરી હતી. આ ઉપરાંત છ ટકા વેચાણ માટે અને અન્ય રાહ તો જાહેર કરાઇ હતી. જો કે આ યોજના માત્ર સમસ્યાનો ઉકેલ નથી કારણકે પ્લાન્ટ ઉભા કરવા માટે અનુભવી અને કુશળ મેનપાવર હોવો જરૂરી છે જેની ભારતમાં મોટી સમસ્યા છે.

ભારત પાસે આજે નવી પેઢીનાં રૂપમાં ઉભરતી ટેલેન્ટ છે, પરંતુ આ યુવા પેઢી વધારે કમાણી અને વિકાસની તકો ઝડપીને વિદેશમાં રોજગાર મેળવીને ત્યાં સ્થાયી થઇ જાય છે. હવે જ્યારે ભારત સેમીકન્ડક્ટરનું વિશ્વનું બીજા નંબરનું માર્કેટ બની રહ્યું છે ત્યારે વૈશ્વિક મંચ ઉપર ચિપ્સ વોર શરૂ થશે. આવા સંજોગોમા ભારતને સેમીકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી અને વપરાશની ચર્ચા કરતા વૈશ્વિક સમુદાય વચ્ચે ખાસ સ્થાન મળવું જરૂરી છે.  સરકાર હાલમાં સેમીકન્ડક્ટરનાં ઉત્પાદન માટે મુડીરોકાણ કરવા આવનારી વિદેશી કંપનીઓને પણ પ્રોત્સાહિત કરી કરે છે.  આ સેક્ટરમાં સપ્લાઇ ચેઇન અને કોસ્ટ ફેક્ટર પણ કામ કરતા હોય છે. આ ફેક્ટર ઉપર પણ ધ્યાન રાખવું પડશે. દેશ જ્યારે ડ્રોનયુગમાં જઇ રહ્યો છે ત્યારે સેમીકન્ડક્ટરને અવગણી નહીં શકાય.

 

પડોશી દેશોની અબજો ડોલરનાં વિદેશી રોકાણની દરખાસ્ત અટવાઇ

ભારત સરકારે એપ્રિલ-20 માં કોવિડ-19 ને ધ્યાનમાં રાખીને કરેલી આ જોગવાઇથી હાલમાં ભારતીય સીમાને અડીને આવેલા ઘણા પડોશી દેશોની કંપનીઓની ભારતમાં સીધું વિદેશી મૂડીરોકાણ કરવાની દરખાસ્તો હાલમાં સરકારની મંજૂરીની રાહમાં અટવાઇ છે. એક અંદાજ પ્રમાણે હાલમાં 40 થી 50 એવી કંપનીઓ છે જે ભારતમાં સીધુ મુડીરોકાણ કરવા ઉત્સુક છે. પરંતુ કેન્દ્રિય વેપાર અને ઉદ્યોગ મંત્રાલય આ પ્રપોઝલો ઉપર તપાસ કરી રહી છે. સરકારે પડોશી દેશોની કંપનીના સીધા મુડીરોકાણને સાફ ના નથી પાડી પણ તેની મંજૂરીની પ્રક્રિયા એટલી જટિલ થઇ ગઇ છે ને કે આ કંપનીઓને સરકારી કચેરીઓની પરવાનગી લેવામાં જ વિશેષ સમય લાગી જાય છે વળી આ કંપનીઓને સરકારી રુટ મારફતે જ મુડીરોકાણ કરવાની મજૂરી મળી શકે છે. કોવિડ-19 નાં પ્રારંભ કાળમાં એટલે કે એપ્રિલ-20 માં જનતા જીવ બચાવવા ઘરમાં ભરાઇને બેઠી હતી, ત્યારે કોઇ વિદેશી કંપની ભારતીય કંપનીને તકનો લાભ લઇને કબ્જે ન કરીલે એ હેતુથી આ જોગવાઇ કરવામાં આવી હતી.  આમ તો કેન્દ્ર સરકારે આવી પ્રપોઝલ ત્રણ મહિનામાં મંજૂર કરવાની ખાતરી આપી હતી પરંતુ વાસ્તવમાં સાત થી આઠ મહિના લાગી જાય છે. એમ.જી મોટરની ભારતમાં આવવાની દરખાસ્ત હજુ પણ અભેરાઇએ પડી છે.  ભારતે એપ્રિલ-2000 થી માર્ચ-2023 નાં સમયગાળામાં 2.50  અબજ ડોલરનું ચીન માંથી, બાંગ્લાદેશમાંથી 70000 ડોલરનું, નેપાળથી 33 લાખ ડોલરનું, મ્યાનમાર થી 90 લાખ ડોલરનુ, તથા અફઘાનિસ્તાનથી 25 લાખ ડોલરનું વિદેશી રોકાણ મેળવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.