Abtak Media Google News

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ કેસરિયો ખેસ પહેરાવી હિમાંશુ વ્યાસને આવકારશે

વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ ગુજરાતના રાજકારણમાં નેતાઓની આવન-જાવનની મોસમ શરૂ થઇ જવા પામી છે. કોંગ્રેસના સિનિયર નેતા હિમાંશુ વ્યાસે આજે પંજાનો હાથ છોડી દીધો છે અને તેઓ ભાજપમાં જોડાઇ રહ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે.

કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરાયા બાદ આમ તો એકપણ બેઠક પર કોઇ વિવાદ કે વિખવાદ થયો હોવાનું જાણવા મળતું નથી પરંતુ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા હિમાંશુ વ્યાસે આજે અચાનક પંજાનો સાથ છોડી દીધો છે. તેઓ ટિકિટ ફાળવણીના મુદ્ે નારાજ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. દરમિયાન આજે બપોરે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં વિધિવત રીતે ભાજપમાં જોડાઇ ગયા હતા.

તેઓને વિધાનસભાની આગામી ચૂંટણીમાં પક્ષ દ્વારા કોઇ મોટી જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી. વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા બીજી યાદી જાહેર કરાયા બાદ કેટલીક વધુ વિકેટો પડે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી. હાલ દાવેદારો ઉમેદવારોના નામ જાહેર કરવાની રાહ જોઇ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.