Abtak Media Google News

સંસ્થા દ્વારા કરાતુ રાહત દરે નોટબુક ચોપડાનું વિતરણ

પૂર્ણા પેપર પ્રોડકટ દ્વારા રાહત ભાવે નોટબુક વિતરણની   કરાતી સેવા સાથે રકતદાન કેમ્પનું આયોજન કરેલ છે. ‘અબતક’ મીડિયાની  શુભેચ્છા મુલાકાતે આવેલા સિધ્ધિ નથવાણી, ક્રિષ્નદાસ નથવાણી, કરિશ્મા મકવા, મંજુબેન પીલુડીયાએ વિશેષ વિગતો આપી હતી.

Advertisement

પુર્ણા પેપર પ્રોડક્ટસ છેલ્લા બે વર્ષથી રાજકોટમાં મહત્તમ રાહત ભાવે નોટબૂક ચોપડા બનાવીને વિતરણ કરે છે. આની પાછળનો હેતુ ભારતમાંથી ગરીબી દુર કરવાની છે ,   ગરીબી દૂૂર કરવાનો એકમાત્ર ઉપાય શિક્ષણ છે.

લોહી કોઈ ફેક્ટરીમાં બનાવી શકતું નથી . લોહી વગર માનવ જીવન અશક્ય છે. જ્યારે માણસ કોઈ ગંભીર બીમારીથી પીડાતું હોય ત્યારે તેમને લોહીની જરૂર પડે છે . અને આ લોહી તેમને સમયસરના મળે તો તેમને ખૂબજ મુશ્કેલી પડે છે . સંસ્થા બે વર્ષ પૂરા કરી ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ત્યારે અને સ્ટેશનરી વેપારીઓના સ્નેહમિલન નિમિતે એક ભવ્ય બ્લડ ડોનેશન શિબિરનું આયોજન કરેલ છે . તો વધુમાં વધુ લોકો બ્લડ ડોનેટ કરી શકે તે માટે ખૂબ જેહમત ઉઠાવી અમારા ગ્રુપદ્વારા પ્રયાશ કરી રહિયા છીએ,

તા.6.11 રવિવારે સવારે 8 થી 12 વાગ્યા સુધી પૂર્ણા પેપર પ્રોડકટ, ભકિતનગર સ્ટેશન પ્લોટ  7 મેજીક પેપર પાસે, સત્ય વિજય આઈસ્ક્રિમ  સામે ગોંડલ રોડ રાજકોટ ખાતે યોજાનાર રકતદાન કેમ્પમાં વધુમાં વધુ રકતદાતાઓ રકતદાન કરે તેવી અપીલ કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.