Abtak Media Google News

નિરીક્ષક જવાહર ચાવડા ગૂરૂવારે રાજકોટ પહોંચીને તાલુકા પંચાયતો માટે સેન્સ લેશે

બે દિવસ સેન્સની પ્રક્રિયા ચાલશે

રાજકોટ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોનાં પ્રમુખ અને ઉપપ્રમુખના પદ માટે આગામી ગૂરૂવારથી સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. જે માટે પ્રદેશ કોંગ્રેસ દ્વારા નિયુકત થયેલા નિરીક્ષક જવાહર ચાવડા ગૂરૂવારે રાજકોટ આવી પહોચશે અને સર્કિટ હાઉસ ખાતે ચૂંટાયેલ સભ્યો સહિતના અગ્રણીઓની સેન્સ લેશે.

રાજકોટ જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખન અઢી વર્ષની ટર્મ પૂર્ણ થવા જઈ રહી છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસ દ્વારા નિયુકત કરવામાં આવેલા નિરીક્ષક જવાહર ચાવડા સેન્સ લેવા માટે આગામી ગૂરૂવારના રોજ રાજકોટ આવી રહ્યા છે. જવાહર ચાવડા સર્કિટ હાઉસ ખાતે ગૂરૂવારના રોજ તાલુકા પંચાયતો માટે સેન્સ લેશે ત્યારબાદ બીજે દિવસે શુક્રવારે જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખના પદ માટે ચૂંટાયેલ સભ્યો સહિતના અગ્રણીઓની સેન્સ લેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લાનાં ૭ તાલુકાઓ કોંગ્રેસ શાસક છે જયારે રાજકોટ, ગોંડલ, જેતપૂર અને જામકંડોરણામાં કોંગ્રેસ વિપક્ષમાં છે. આ સાથે રાજકોટ જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસનું શાસન છે. કુલ ૩૬માંથી ૩૪ સભ્યો કોંગ્રેસના ચૂંટાયેલા છે. આગામી તા.૨૦ના રોજ તાલુકા અને જિલ્લા પંચાયતોના નવા સુકાનીઓની ચૂંટણી યોજાનાર છે.

ત્યારે પ્રદેશ કોંગ્રેસ નિરીક્ષક આગામી ગૂરૂવાર અને શુક્રવારે સેન્સ પ્રક્રિયા હાથ ધરવાના છે. હાલ સુકાન પદ મેલવવા માટે આંતરીક ખેંચતાણ પણ વધી છે. ત્યારે બહુમતી સભ્યો કોને સુકાની તરીકે ઈચ્છે છે તે સેન્સ બાદ માલુમ પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.