Abtak Media Google News

બજેટ પહેલા શેર બજારમાં સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે. છેલ્લા બે દિવસ સુધી ઘટાડા સાથે શરૂઆત થવા અને બંધ થયા બાદ ગુરુવારે બજારે તેજી સાથે શરૂઆત કરી છે.

બજેટ ભાષણ પહેલા સેંસેક્સમાં 136 અંકોની કતેજી જોવા મળી રહી છે, તો નિફ્ટીમાં પરણ વધારો જોવા મળી રહ્યો છે અને હાલમાં 40 અંકોના વધારે સાથે વેપાર કરી રહ્યો છે.

હાલમાં સેંસેક્સ135.56 અંકોના વધારા સાથે 11,067.85 સ્તર પર કારોબાર કરી રહ્યો છે,. તો સેન્સેક્સ પણ 136 અંકોની રફ્તાર સાથે 36,100.58 પર બનેલો છે.

શરૂઆતી કારોબારમાં આઇટીના શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે. બજેટ ભાષણ શરૂ થતાં પહેલા રોકાણકારોનું સેન્ટીમેન્ટ મજબૂત થયું છે. જો કે છેલ્લા બે દિવસ સુધી આ સેન્ટીમેન્ટ ખૂબ નીચે જતું રહ્યું હતું. એના કારણે માર્કેટ ડાઉન થઇ ગયું હતું.

બુધવારે બજેટ પહેલા શેર માર્કેટમાં ઘટાડો શરૂ થઇ ગયો હતો. ઇકોનોમિક સર્વે રજૂ થવાના બીજા દિવસે મંગળવરાથી સતત ઘટાડો થઇ રહ્યો હતો. બુધવારે ઘટાડા સાથે શરૂાત કર્યા બાદ બજાર બંધ પણ ઘટાડા સાથે થયું.

આ કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે નિફ્ટી 21.95 અંકોના ઘટાડા સાથે 11,027.70ના સ્તર પર બંધ થયો. સેંસક્સ પણ 68.71 અંકોના ઘટાડા સાથે 35,965.02ના સ્તર પર બંધ થયો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.