Abtak Media Google News

શું તમને ખબર છે? દરેક વખતે બજેટની શરૂઆતમાં જ્યારે નાણા પ્રધાન ફાઈનાન્સ મિનિસ્ટ્રી પહોંચે ત્યારે તેઓ ચોક્કસથી તેમની બ્રિફકેસ સાથે ફોટા પડાવે છે આ પાછડનું કારણ શું હોય શકે? તો આવો જાણીએ દર વખતે બજેટ પહેલાં નાણા પ્રઘાન પાસે આ બ્રિફકેસ કેમ હોય છે…

ભારતના બજેટ અને આ રેડ બ્રિફકેસ વચ્ચેનો ઈતિહાસ ખૂબ રસપ્રદ છે. બજેટ અને બ્રિફકેસનો સંબંધ 150 કરતા વધુ વર્ષોથી જોડાયેલો છે. માનવામાં આવે છે કે, 1860માં બ્રિટેનના ચાંસેલર ઓફ ધી એક્સચેકર ચીફ વિલિયમ એવર્ડ ગ્લેડસ્ટન ફાઈનાન્શિયલ પેપર્સના બંડલને લેધર બેગમાં લઈને આવ્યા હતા. ત્યારથી આ પરંપાર શરૂ થઈ છે.

ફાઈનાન્શિયલ એક્સપ્રેસના મત પ્રમાણે બજેટ શબ્દ બોગેટીમાંથી નીકળ્યો છે. જેનો અર્થ થાય છે એક નાની બેગ. તે સાથે જતેમાં સરકારના ખર્ચ અને નાણાકીય અન્ય માહિતી રાખવાની પરંપરા પણ છે.

ભારતે આઝાદી પછી પણ આ પરંપરાને ચાલુ રાખી છે. 26 નવેમ્બર 1947માં સ્વતંત્ર ભારતના પહેલાં નાણા પ્રધાન શણમુખમ શેટ્ટી દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટને પણ બ્રિફકેસમાં જ લાવવામાં આવ્યું હતું. ત્યારપછીથી આ પરંપરા ચાલુ રહી છે અને દરેક વખતે નાણા પ્રધાન તેમનું બજેટ રજૂ કરતા પહેલાં બ્રિફકેસ લઈને આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.