Abtak Media Google News

ભારતીય શેરબજારમાં સારા ચોમાસા અને સરકારના આર્થિક નીતિવિષયક નિર્ણયોના પગલા શેરબજારમાં ફૂલગુલાબી તેજીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સોમવારે ખુલતી બજારમાં જ રિલાયન્સ ઈન્ડ. સહિતના હેવી વેઈટ શેરોમાં આવેલી તેજીના પગલે સેન્સેકસમાં 51780નું નવું મથાળુ 380ના પ્રારંભીક ઉછાળા સાથે નોંધાયો હતો. જો કે, 51180ના આંચકા સાથે બજારમાં નિફટીમાં 50 ઈન્ડેક્ષનો વધારો નોંધાયો હતો. ઈન્ટ્રા ડેમાં 15550નો નવો સુચાંક જોવા મળ્યો છે. રિલાયન્સ ઈન્ડ.માં 3 ટકાની તેજી સાથે સાથે આઈસીઆઈસીઆઈ 2 ટકા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં 6 ટકાની ગીરાવટ સાથે સેન્સેકસ અને નિફટીમાં ભારે ચહલ-પહલ જોવા મળી હતી. નિફટીમાં ઓટો સેકટરમાં 1 ટકા જેટલી ગીરાવટ જોવા મળી હતી.

નૈઋત્યનું ચોમાસુ આ વર્ષે સમય કરતા વહેલું બેસશે અને ચોમાસુ સામાન્ય કરતા સારું રહેશે તેવા પૂર્વાનુમાન તથા છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસમાં થઈ રહેલા સતત ઘટાડાના પગલે શેરબજારમાં  આજે ઊઘડતા સપ્તાહે તેજીનો ટોન દેખાયો હતો.આજે સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા.બુલિયન બજારમાં પણ તેજી દેખાઇ હતી.જો કે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં 14 પૈસા જેવી નબળાઈ જોવા મળી હતી.

આજે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં જ શેરબજારમાં તેજી વર્તાઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન ઝોન સાથે ખુલ્યા હતા  શુક્રવારની તેજી જાણે યથાવત રહેવા પામી હોય તેવું લાગી રહ્યું હતું. આ વર્ષે ચોમાસુ વહેલું અને સારૂ રહેશે એવા  પૂર્વાનુમાન અને કોરોના ધીમે ધીમે કાબૂમાં આવી રહ્યો હોવાના પગલે શેરબજારમાં તેજી પાછી ફરી હોય તેવું જાણકારો માની રહ્યા છે.

આજની તેજીમાં એસબીઆઈ, હીરો મોટર્સ, પાવર ગગ્રીડ જેવી કંપનીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.જેએસ ડબલ્યુ, શ્રી સિમેન્ટ,ટાઈટન અને ટાટા કંપનીના શેરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં પણ સામાન્ય તેજી વર્તાય હતી.આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેકસ 482 પોઇન્ટના ઉછાળા સાથે 51908 અને નિફ્ટી 138 પોઇન્ટ ના ઉછાળા સાથે 15574 પર ટ્રેડ કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.