Abtak Media Google News

ભારતીય શેરબજારોમા આજે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 303 અંક વધીને 35,033 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 129 અંક વધી 10373 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર બજાજ ફાઈનાન્સ, બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, ઈન્ડસઈન્ડ બેન્ક અને રિલાયન્સના શેરમાં તેજી જોવા મળી રહી છે.

Advertisement

બજાજ ફાઈનાન્સ 5.52 ટકા વધી 2846.80 પર કારોબાર કરી રહ્યો છે. બજાજ ઓટો 3.90 ટકા વધી 2780.00 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ટીસીએસ, ઓએનજીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઈન્ફોસિસ અને ટાટા સ્ટીલ સહિતના શેરમાં મંદી જોવા મળી રહી છે. ટીસીએસ 0.63 ટકા ઘટી 2034.25 પર કારોબાર કરી રહ્યો છે. ઓએનજીસી 0.64 ટકા ઘટી 85.20 પર કારોબાર કરી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.