Abtak Media Google News

સેરેના વિલિયમ્સ અહીં ફ્રેન્ચ ઓપનમાં મહિલાઓના પ્રથમ રાઉન્ડમાં પોતાનું ફેવરિટ બ્લેક પેન્થર કેટસૂટ પહેરીને રમતાં તેણે આ ટુર્નામેન્ટ સંબંધિત ડ્રેસને લગતા નિયમનો ભંગ કર્યો છે કે નહીં એની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યાં સેરેનાએ બીજા રાઉન્ડમાં એ જ સૂટ પહેરીને રમવાનો નિર્ણય લીધો હતો.

Advertisement

સેરેનાએ બ્લેક પેન્થર મૂવી પરથી આ ડ્રેસ બનાવડાવીને પહેરવાની પ્રેરણા લીધી હતી.૩૬ વર્ષીય સેરેના પોતે ફેશન ડિઝાઇનર છે. ઝેક રિપબ્લિકની પ્લિસકોવાને સેરેનાએ પ્રથમ રાઉન્ડમાં ભારે સંઘર્ષ બાદ હરાવી હતી.

પ્લિસકોવાએ સેરેનાનાં ડ્રેસ વિશે પૂછવામાં આવતાં તેણે કહ્યું હતું કે મને થયું કે તેણે આવું પહેરીને ટુર્નામેન્ટનો નિયમ તોડ્યો છે કે નહીં? નિયમને અનુસરવા તો જોઈએ જ. જોકે, સેરેનાએ સ્પર્ધાના ડ્રેસને લગતા કોઈ નિયમનો ભંગ કર્યો હોવાનો કોઈ સંકેત નથી મળતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.