Abtak Media Google News

જામનગરનાં જાંબુડા ખાતે આવેલા વોટર રીસોર્ટમાં દરરોજ હજારો સહેલાણીઓ ઉમટીને ગરમીમાં રાહત મેળવવાની સાથે મોજ માણે છે

વોટર રીસોર્ટ અનેક સુવિધાઓથી સજજ: બાળકોથી લઈને વૃધ્ધ સુધીનાં તમામ લોકો માટે અવનવી રાઈડ

ઉનાળાના ધોમધખતા તાપમાં તન મનને ટાઢક આપવા લોકો વરસાદની વાટ જોતા હોય છે. પણ વરસાદ ન પડે ત્યાં સુધી વોટર પાર્કમાં છબછબીયા કરવાનો લાભ લોકો અવશ્ય લે છે. પરિવારજનો અને મિત્રો સાથે વોટર પાર્કમાં જવું હોય તો ધ હોલી ડે વોટર રિસોર્ટ શ્રેષ્ઠ વિકલ્પ છે.

12 જયા અવનવુ ભોજન ફયુઝન ફૂડ અને ફ્રેન્સી રાઈડનો આનંદ તમારા આ ઉનાળાનો એક અવિશ્મર્ણીય અનુભવ બની રહેશે. હવે મોટા લોકો તો વોટર પાર્કની મજા માણશે પરંતુ બાળકોનું શું? તો તેની ચિંતા ધી હોલી ડે વોટર રિસોર્ટ ને આપી દો કારણ કે નાનાથી લઈને વયોવૃધ્ધ સુધીના લોકો માટે અલગ અલગ રાઈડ તેમજ મોટાથી લઈને મીની સ્વીમીંગ પૂલની સુવિધા અહી તમને મળી રહેશે.

2 1અવનવી વિશેષતાઓ સાથે ભરપૂર આનંદ માણવા માટેની જગ્યા એટલે ધી હોલી ડે વોટર રિસોર્ટ કારણ કે લોકો કાળઝાળ ગરમીથી બચવા માટે ઘણાખરા ઉપાયો કરતા હોય છે. જેમાં વોટર પાર્ક પણ અગત્યનું છે.

ખાસ કરીને ધી હોલી ડે વોટર રીસોર્ટ બે વર્ષથી શરૂ થયેલ છે. જે જાંબુડા પાસે રાજકોટ-જામનગર હાઈવે પર આવેલ છે. લેટેસ્ટ ટેકનોલોજીથી સજજ એવું ધી હોલીડે વોટર રીસોર્ટ ૧૩ વિઘામાં ફેલાયેલ છે. ઉપરાંત હોલીડે વોટર રિસોર્ટમાં પાંચ હજારથી પણ વધુ લોકો એક સાથે એન્જોય કરી શકે તેવો વિશાળ કેપેસીટી અને અધતન ટેકનોલોજી તથા લેટેસ્ટ રાઈડસ ધરાવતો ધ હોલી ડે વોટર રીસોર્ટ છે. ખાસ ધી હોલીડે વોટર રીસોર્ટની ખાસીયત તેની કવોલીટી અને સર્વીસ ગણી શકાય.3 1

પાણીના કલીનીંગ માટે ૧૪ કલાક ફીલ્ટર ચલાવી પાણીની નેચરલ કવોલીટી જાળવી રાખવામાં આવે છે. સાથોસાથ રાઈડઝ અને પુલમાં એન્જોય કરતી વખતે ધ હોલીડે વોટર રીસોર્ટનો સ્ટાફ પુરતું ધ્યાન આપી કસ્ટમરના આનંદ અને સેફટીમાં વધારો કરે છે. ‘કસ્ટમરનું સ્મીત એજ અમારી કમાણી’ આ વાકયને ધી હોલી ડે વોટી રીસોર્ટ પોતાનો એઈમ ગણાવે છે અને સાબીત કરે છે.

ઉનાળાની ગરમીમાં પાણીથી તો લોકોને આનંદ મારતા હોય છે.પરંતુ વિવિધ રાઈડઝ સાથે પાણીનો આનંદતો અનેરો જ હોય છે. તો ધી હોલીડે વોટર, રીસોર્ટમાં ૧૧ રાઈડ જોવા મળે છે. જેમાં ૩ બાળકો માટે અને ૮ મોટા લોકો માટેની છે. આ રાઈડઝમાં મલ્ટીલેન, ફલોટ સ્લાઈડઈ ડાર્ક ટનલ, ક્રેઝી કૃઝ, ક્રેઝી કૃઝ વેલી, બોડી સ્લાઈડ, પેન્ડુલમ ટોર્નાડો અને બાળકો માટે જંગલ ફ્રેન્ડ નામનું અલગ જ નઝરાણુ જોવા મળે છે.

4 1બાળકોનાં આનંદ માટે તેઓ પાસે પુરતી સુવિધાઓ જેવી કે ૪૦ વોટર જેટ, ટીલ્ટીંગ બકેટ છે. અને આ ટીસ્ટીંગ બકેટમાં ૧૦૦૦ લીટર પાણી સમાય છે. અને આ પાણી ભરાયા બાદ ઢલવાય છે. જેથી લોકોને આનંદની અનુભુતી થાય છે. જાણે વરસાદમાં હોય તેવો પણ અનુભવ થાય છે. સાથોસાથ કિડ પ્લે એરીયામાં રેઈન્બો ટયુબ, મીની રાઈડ, ફેમીલી રાઈડ, મીની ટનલ, વગેરે જોવા મળે છે. જેનો લોકો બહોળા પ્રમાણમાં લાભ લેતા હોય છે.

કોઈપણ માણસને ગુજરાતી ફૂલ થાળી જેમ એક જ જગ્યાએ તમામ સુવિધાઓ મળી જાય તો લોકો વધુ પસંદ કરતા હોય છે. તો એવી જ રીતે ધી હોલી ડે વોટર રિસોર્ટમાં અનેકવિધ રાઈડ સાથે વેવપુલ છે જે લેટેસ્ટ ટેકનોલોજી ધરાવે છે. સમગ્ર ગુજરાતનો એકમાત્ર વેવપુલ છે કે જેમાં ૬ પ્રકારનાં અલગ અલગ વેવ જોવા મળે છે. લોકો વેવપુલનો વધુને વધુ આનંદ માણતા હોય છે. વેવ પુલમાં પાણીનું ઉંડાણ ઝીરો ફૂટથી સાડા પાંચ ફૂટ છે અને લોકો તેનો ભરપૂર લાભ લેતા હોય છે.

7આનંદ માર્ણ્યા બાદ લોકોને જમવાની પણ જરૂર પડે છે. તો આવી જરૂરીયાતને સંતોષવા માટે ધી હોલી ડે વોટર રિસોર્ટમાં જમવા માટેની પૂરતી સુવિધા રાખવામાં આવેલ છે.જેમાં ચોખ્ખાઈ અને સ્વાદ બંને વસ્તુઓ સરાહનીય છે. ઉપરાંત જે લોકો ફયુઝન ફૂડ ઈચ્છતા હોય તો તે પણ ફૂડ વિભાગમાં મળી રહે તેવી તમામ સુવિધાઓ કરવામાં આવેલ છે.

લોકોની સામગ્રી યોગ્ય રીતે સચવાય રહે તે માટે લેડીઝ જેન્ટસ માટે અલગ અલગ લોકરની સુવિધાઓ આપવામાં આવે છે. અને સ્વીમીંગ કોસ્ચ્યુમ પણ ધી હોલી ડે વોટર રીસોર્ટ દ્વારા આપવામાં આવે છે. ટુંકમાં લોકોની સુખાકારી અને સલામતી માટેના તમામ પગલા ઓ ધ હોલી ડે વોટર રીસોર્ટ દ્વારા લેવામાં આવે છે.

ધી હોલી ડે વોટર રિસોર્ટમાં સ્વીમીંગ પુલ અને રાઈડનાં આનંદ ઉપરાંત બેસવા માટે શીતળ ઠંડક આપતા વૃક્ષો પણ જોવા મળે છે. કે જેથી લોકો તથા આરામથી કુદરતનાં ખોળે બેસી શકે.

જાગૃતી રાણીયા કે જેઓ ધી હોલી ડે વોટી રીસોર્ટની મજા માણવા આવેલા તેમણે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓ ભાવનગરથી આવેલ હતા. સાથોસાથ તેમણે જણાવ્યું કે રાઈડઝ અને બાળકો માટેની અલગ અલગ પ્લે સીસ્ટમ અને કીડ પ્લે એરીયા ખૂબજ સારો છે જેના કારણે બાળકો વધુને વધુ એન્જોય કરતા હોય છે. તેઓ પ્રથમ વખત આવેલા પરંતુ તેઓ હવે વારંવાર આવશે તેવા મંતવ્યો જણાવ્યા.

ધી હોલી ડે રીસોર્ટમાં આવેલ લોઢીયા ભદ્રેશભાઈએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓ ધ્રોલથી આવેલ હતા. તેઓ ત્રીજી વખત ધી હોલી ડે વોટર રીસોર્ટમાં આવ્યા છે. કારણ કે મોજ મજા તો પૂરી મળે છે. પરંતુ સેફટી અને સામાન મૂકવા માટેના લોકર પણ ખૂબજ સારી રીતે આપવામાં આવે છે. નાના બાળકો માટેની રાઈડસ ખાસતો વેવપુલ એ અતી આધુનીક અને ખુબજ સારો છે. સૌથી વધારે મજા વેવપુલ તેમણે માણી હતી સાથોસાથ જણાવ્યું કે જામનગર જિલ્લાનુયં એક માત્ર એવું સ્થળ છે કે ઉનાળા અંદર વિકએન્ડ વિતાવવાનાં આનંદ જ અનેરો હોય છે.

8તૃષાલીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેઓ રાજકોટથી સ્પેશ્યલ આવેલ હતા. ઉપરાંત તેમણે વધારે ક્રેઝી કૃઝ રાઈડ ગમી કારણ કે તે લસરપટી જેવી હોય છે.

9પ્રિન્સ નિમાવતે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓ રાજકોટથી આવેલ હતા. અને તેમને મલ્ટી લેન સૌથી વધારે ગમી તેવું જણાવ્યુંહ સાથોથાથ ડાર્ક ટનલ પણ તેમને ખૂબજ પસંદ આવી હતી.

10વડાલીયા ફ્રેનીલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓ રાજકોટથી માત્ર ને માત્ર ધી હોલી ડેમાં આનંદ માણવા આવ્યા છે. તેમના મિત્ર અગાઉ ધી હોલી ડે વોટર રિસોર્ટમાં આવેલા હતા. ત્યારથી ફેનીલની ઈચ્છા એવી હતી કે તે જલદીથી ધી હોલી ડે વોટર પાર્કની મુલાકાત લે અને આવ્યા બાદ તેણે ખૂબજ આનંદ અનુભવ્યો અને અનેક વિધ રાઈડઝનો પણ આનંદ માણ્યો હતો. તેમની સૌથી વધારે વેવપુલ ગમ્અને ખાસ તો સોંગ વાગતા હતા એટલે ડાન્સ કરવાની પણ ખૂબજ મજા આવી હતી અને બાળકોથી મોટા લોકો તમામ માટે રાઈડઝ જોવા મળશે તેવું જણાવ્યું.

ગુજરાતમાં એકમાત્ર છ વેવ વાળી સિસ્ટમ ધી હોલી ડે વોટર રિસોર્ટ્સ

13ગુજરાતમાં સૌથી આધુનીક વેવપુલ ધ હોલીડે વોટર રીસોર્ટ ધરાવે છે. વેવપુલનું ઊંડાણ ઝીરો ફુટથી સાડા પાંચ ફુટ જેટલું ઊંડુ છે. અને ખાસ લોકો વેવપુલમાં વધારે ને વધારે ઇન્જોય કરતા હોય છે. વેવપુલમાં છ પ્રકારના અલગ અલગ વેવ જોવા મળે છે જે ધી હોલી ડે વોટર રિસોટની ખાસિયત છે ગુજરાતના તમામ વોટર પાર્કમાં છ વેવ વાળી સિસ્ટમ કયાંય પણ નથી જોવા મળતી ત્યારે ધી હોલી ડે વોટર રીસોર્ટ આ બાબત સૌથી પહેલું છે. વેવપુલ દિવસ દરમિયાન બે વખત ચાલુ કરવામાં આવે છે. લોકો પણ વેવપુલને માણવાની રાહમાં હોય છે.

સમુહ રાષ્ટ્રગાન વખતે અનોખો માહોલ સર્જાય છે

ધી હોલી ડે વોટર રીસોર્ટમાં મોજ મજાતો ખરી જ પરંતુ સાથો સાથ દેશભકિત પણ જોવા મળે છે. કારણ કે ધી હોલી ડે વોટર રીસોટમાં રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવે છે. ત્યારે તમામ રાઇડ પણ થોડી વાર માટે બંધ થઇ જાય છે અને લગભગ ૨૦૦૦ થી ૫૦૦૦ લોકો સાથે રાષ્ટ્રગાનમાં જોડાય છે અને દેશના વિર જવાનોને યાદ કરે છે અન ખાસીયાત ધી હોલીડે વોટર રીસોર્ટ ધરાવે  છે.

જંગલ ફ્રેન્ડ: રીસોર્ટનું અનોખું આકર્ષણ

6જંગલ ફ્રેન્ડની રચના એક ઘર જેવી કરવામાં આવી છે તેમાં અનેક પ્રાણીઓનાં પુતળા મુકવામાં આવ્યા છે. જંગલ ફેન્ડમાં લોકોનાં આકષણનું કેન્દ્ર ટીલ્ટીંગ બકેટ છે. જે દેખાવે હાથીના મુખ જેવું છે અને તેની કેપેસીટી ૧૦૦૦ લીટર પાણીની છે. આ ટીલ્ટીંગ બકેટમાં પાઇપ દ્વારાપાણી ભરાય છે. અને ટીલ્ટીંગ બકેટ ભરાઇ ગયા બાદ તે પાણી નીચે ઉભેલા લોકો પર ઠલવાય છે. જેથી લોકોની વરસાદમાં ઉભા હોય તેવું અનુભુતી થાય છે. જંગલ ફ્રેન્ડ એ પાણીવાળા ઘર જેવું છે. તેમાં પાણી સતત ને સતત ચાલુ રહે છે જેથી લોકો અને ખાસ કરીને બાળકો ત્યાં જવાનું વધારે પસંદ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.