Abtak Media Google News

ચેક રીપબ્લીકની બારબોરાને ૬-૧, ૬-૨થી હરાવી ફાઈનલમાં કર્યો પ્રવેશ

લોન ટેનિસમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરનારી સેરેના વિલિમ્યસ પોતાનો ૧૧મો વિમ્બલ્ડન ફાઈનલ રમવા સજજ માનવામાં આવી રહી છે. અમેરિકાની પાવરહાઉસ ગણાતી સેરેના વિલિયમ્સ તથા રોમાનિયાની સિમોના હાલેપ વચ્ચે શનિવારે વિમ્બલ્ડન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટની વિમેન્સ સિંગલ્સની ફાઇનલ રમાશે. વર્ષના ત્રીજા ગ્રાન્ડસ્લેમની પ્રથમ સેમિ.માં રોમાનિયન ખેલાડી હાલેપે યુક્રેનની ઇલેના સ્વિટોલિનાને ૬-૧, ૬-૩થી હરાવી હતી. આ મુકાબલો એક કલાક ૧૩ મિનિટ સુધી રમાયો હતો. સ્વિટોલિના પ્રથમ વખત કોઇ ગ્રાન્ડસ્લેમની સેમિફાઇનલ સુધી પહોંચી હતી અને ગ્રાન્ડસ્લેમ જીતવાની સ્વપ્ન રોળાઇ ગયું હતું. બીજી સેમિફાઇનલમાં સેરેનાએ પાવર ગેમનો ઉપયોગ કરીને કોઇ પણ મુશ્કેલી વિના ચેક રિપબ્લિકની બારબોરા સ્ટ્રાયકોવાને માત્ર ૫૯ મિનિટમાં ૬-૧, ૬-૨થી હરાવી હતી.

આ પહેલા સીમોના હાલેપે વિમ્બલ્ડનમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતાં ૨૦૧૪માં સેમીફાઈનલ સુધી પહોંચી હતી. હાલેપ ગત વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનમાં રનઅપ રહી અને ફ્રેન્ચ ઓપનમાં ચેમ્પિયન પણ બની હતી. સેરેના અને હારેપ વચ્ચે કેરીયરમાં જીત-હારનો રેકોર્ડ ૯-૨ નો રહ્યો છે. સેરેના વિલિયમ્સે આ વર્ષે જ ઓસ્ટ્રેલિયન ઓપનમાં સીમોના હાલેપને હરાવી હતી ત્યારે તે ગત વર્ષે પણ વિમ્બલ્ડનનાં ત્રીજા રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ હતી. હાલેપે મેચમાં પાંચ વખત સ્વિટોલિનાની સર્વિસ તોડી વિજેતા બની હતી ત્યારે આ વાત સામે આવે છે કે, સેરેના વિલિયમ્સ ૧૧મી વખત અને સિમોના હાલેપે પ્રથમ વખત વિમ્બલ્ડન ફાઈનલ રમશે.

સેરેના ૧૧મી વખત વિમ્બલ્ડન ગ્રાન્ડસ્લેમની ફાઇનલમાં પહોંચી છે. આ વિજય સાથે ૩૭ વર્ષીય સેરેના સિંગલ ઇવેન્ટની ગ્રાન્ડસ્લેમ ફાઇનલમાં પહોંચનાર સૌથી વધુ વયની ખેલાડી બની ગઇ છે. સેરેના કારકિર્દીમાં આઠમા વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ જીતવાની શોધમાં છે. વિમેન્સ સિંગલ્સમાં ૧૧મો ક્રમાંક ધરાવતી સેરેના મારગ્રેટ કોર્ટના ૨૪ ગ્રાન્ડસ્લેમ જીતવાના રેકોર્ડથી માત્ર એક જ ટાઇટલ દૂર છે. સેરેના અને હાલેપ વચ્ચેનો રેકોર્ડ ૯-૧નો છે. સિમોના હાલેપે ૨૦૧૮માં ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડસ્લેમમાં ચેમ્પિયન બની હતી. ૨૭ વર્ષીય રોમાનિયન ખેલાડી માટે આ પાંચમી ગ્રાન્ડસ્લેમ ફાઇનલ છે. તે ૨૦૧૪માં સેમિફાઇનલ સુધી પહોંચી હતી પરંતુ યુઝુની બાઉચાર્ડ સામે તે હારી ગઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.