રાજકોટમાં બેકાબુ બનેલા ટ્રકે મહિલાને હડફેટે લેતા ગંભીર…

મહિલા ટ્રકના ટાયરમાં ફસાતા મહામહેનતે બહાર કઢાઈ : ટ્રકનો સામાન રોડ
પર રેલમછેલમ 

રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે ભંગાર ભરેલા ટ્રકે એક મહિલાને હડફેટે લીધી હતી. અને ટ્રક સર્વિસ રોડ પર ચડી ગયો હતો અને મહિલાનો બચાવ કરી તેણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક ભંગાર ભરેલી ટ્રકે મહિલાને હડફેટે લીધી હતી. જેમાં મહિલા ટ્રકના ટાયર નીચે ફસાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. અને લોકોમાં અફરાતફરી મચી હતી બાદ આ બનાવની જાણ ફાયરબ્રિગેડને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જવાનોએ મહામહેનતે મહિલાને બહાર કાઢી હતી અને તેણીને પોલીસ વાનમાં જ ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી છે.ટ્રક ડ્રાયવર બ્રેક ફેલ થયા હોવાથી અકસ્માત સર્જાયો તેવું પોલીસ સમક્ષ રટણ કરી રહ્યો છે