Abtak Media Google News

જામનગરના ઇવાપાર્ક વિસ્તારમાં એક સપ્તાહ પહેલાં એક બિલ્ડર પર ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કરવા અંગેના ચકચારી પ્રકરણમાં પોલીસે પકડી પાડેલા સાત આરોપીઓને અદાલત સમક્ષ રજૂ કરી ૧૦ દિવસના રિમાન્ડ પર લીધા છે, અને તમામની પૂછપરછ હાથ ધરી છે. જામનગર ના ઇવા પાર્ક વિસ્તારમાં એક સપ્તાહ પહેલાં વહેલી સવારે નવા મકાનના બાંધકામ ના સ્થળે ઉભેલા બિલ્ડર જયસુખ ઉર્ફે ટીનો પેઢડીયા નામના બિલ્ડર પર ફાયરિંગ કરી ખૂનની કોશિશ કરવા અંગે ફૂખ્યાત ભૂ-માફિયા જયેશ પટેલ અને તેના શાર્પ શૂટર સહિતના સાગરિતો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે પ્રકરણમાં એલસીબીની ટીમે ભારે રઝળપાટ કર્યા પછી મુખ્ય સૂત્રધાર ગણાતા ભરત ઉર્ફે કચો ચોપડા અને એક ટાબરિયા સહિત આઠ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં એક બાળ આરોપી ને રાજકોટ રિમાન્ડ હોમમાં મોકલી દેવાયો છે. જ્યારે બાકીના અન્ય સાત આરોપીઓને ૧૪ દિવસની રિમાન્ડની માગણી સાથે જામનગરની અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જે તમામ આરોપીઓને ૧૦ દિવસના રિમાન્ડ પર લેવા હુકમ ફરમાવ્યો છે. સમગ્ર મામલે સીટી-એ ડિવિઝન પોલીસ દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે, અને પકડાયેલા આરોપીઓના નિવેદન નોંધવા નું શરુ કર્યું છે. આ ઉપરાંત હજુ આ પ્રકરણમાં કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ સહિત અન્ય સાત આરોપીઓ ફરાર હોવાથી તમામ ને પકડવા માટે પણ દોડધામ ચાલુ રાખી છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન પૈસાની લેતીદેતી ના વ્યવહાર તેમજ ભૂમાફિયા જયેશ પટેલ સાથે મોબાઈલ ના વોટ્સએપ કોલિંગ થી થયેલી વાતચીત અંગેના પુરાવા એકત્ર કરવાની કવાયત શરૂ કરી દેવાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.