Abtak Media Google News

સિક્કિમમાં સેનાના ટ્રક ને એક મોટી દુર્ઘટના નળી છે જેમાં  જવાનો શહીદ થઈ ગયા છે. મળતી માહિતી મુજબ આ ઘટના શુક્રવારે સવારની છે જ્યાં આર્મીની બસ ઊંડી ખીણમાં પડી જતા 16 લોકો શહીદ થયા છે. અને ચાર જવાન ઈજાગ્રસ્ત થયા છે. ઘટના સ્થળ પર યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું

દુર્ઘટનાગ્રસ્ત વાહન ત્રણ વાહનોના કાફલાનો એક ભાગ હતો, જે સવારે ચતનથી થંગુ તરફ આગળ વધ્યો હતો. ભારત ચીન સરહદ પાસે ઉત્તર સિક્કિમના દુર્ગમ સ્થાન પર તેમનું વાહન ચાલી રહ્યું હતું ત્યારે જેમા જવાના માર્ગે, વાહન એક તીવ્ર વળાંક પર લપસી ગયું અને નીચે ખાડીમાં પડી ગયું. અકસ્માત બાદ તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ચાર ઘાયલ સૈનિકોને ગાળની આર્મી હોસ્પિટલમાં એરિફ્ટ કરવામાં આવ્યા હતા. દુર્ઘટનામાં ત્રણ જુનિયર કમિશન્ડ ઓફિસર અને 13 સૈનિકો શહીદ થયા. દુઃખની આ ઘડીમાં ભારતીય સેના શોકગ્રસ્ત પરિવારોની સાથે છે.

અકસ્માત પર રાજનાથ સિંહે શોક વ્યક્ત

અકસ્માત પર શોક વ્યક્ત કરતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કર્યું, “ઉત્તર સિક્કિમમાં માર્ગ અકસ્માતમાં ભારતીય સૈન્યના જવાનોના જીવ ગુમાવવાથી ખૂબ જ દુઃખી છું. રાષ્ટ્ર તેમની સેવા અને પ્રતિબદ્ધતા માટે હૃદયપૂર્વક કૃતજ્ઞતાને યાદ કરે છે. શોકગ્રસ્તો પ્રત્યે મારી સંવેદના. ઘાયલ લોકોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના.”

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.