Abtak Media Google News

કંપનીની વિશાળ ફલક પર પ્રગતિ અને જોખમ ઉઠાવવાના સાહસની કદરરૂપે બે-બે પુરસ્કાર

વિશ્ર્વની સૌથી મોટી સોલર પાવર ડેવલપર અને વૈવિધ્યસભર અદાણી જુથની રિન્યુએબલ એનર્જી કંપની, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડને સસ્ટેનેબિલિટી 4.0 એવોર્ડ 2022માં લીડરશીપ એવોર્ડ મેળવ્યો છે. આ એવોર્ડ ફ્રોસ્ટ એન્ડ સુલિવાન અને ધ એનર્જી એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટયુટ દ્વારા એનાયત કરાયો હતો. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ સર્વિસ સેક્ટરમાં ‘મેગા લાર્જ બિઝનેસ’ કેટેગરી હેઠળ ’સસ્ટેનેબિલિટી ફ્રન્ટ રનર્સ તરીકે ઉભરી આવ્યું છે.

Advertisement

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના ચીફ સસ્ટેનેબિલિટી ઓફિસર સંતોષ કુમાર સિંઘ જણાવ્યું હતું કે,  અમે ઇએસજી ધ્યેયો માટે પ્રતિબદ્ધ  છીએ, અને આ પુરસ્કારએ માટે અમારા અથાક પ્રયત્નોને માન્ય કરે છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડને “ધ સસ્ટેનેબિલિટી 4.0 એવોર્ડએ એક સામૂહિક તરીકે સસ્ટેનેબીલીટીને અપનાવીને જૂથના સકારાત્મક પરિવર્તનને ઓળખ છે. પ્રતિષ્ઠિત સંસ્થાઓ ફ્રોસ્ટ એન્ડ સુલેવાન અને ટેરી દ્વ્રારા આપવામાં આવેલી માન્યતાએ તમામ બિઝનેસ પ્રોસેસમાં સસ્ટેનેબલ સિસ્ટમ સ્થાપવાના અમારા સંકલ્પને મજબૂત બનાવે છે.આ પ્રતિષ્ઠીત એવોર્ડની 13મી આવૃતીએ, ફ્રોસ્ટ એન્ડ સુલેવાન  જુથની છેલ્લા 50 વર્ષના અનુભવ, વૈશ્વિક 1000 કંપનીઓ, ઉભરતા વ્યવસાયો અને સાથે ભાગીદારીનો વર્ષોનો અનુભવ છે.

આ એવોર્ડનો ઉદ્દેશ્ય સૌથી વધુ પ્રભાવશાળી કંપનીઓ કે જે ટકાઉપણાને પ્રોત્સાહન આપે છે અને તે તરફ સક્રિયપણે કામ કરી રહી છે તેને ઓળખવાનો છે. જે સંસ્થા-કંપનીની સામાજિક, પર્યાવરણીય અને આર્થિક માટે વ્યૂહરચના, ગવર્નન્સ અને નાણાકીય કામગીરી, બિઝનેસને લાંબા ગાળાના નિર્ણયો લેવાની બાબતોનો ઉજાગર કરે છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડનો સસ્ટેનેબીલીટીનો અભિગમ તેની કામગીરી અને સીએસઆરમાં જોઈ શકાય છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડની તમામ ઓપરેટિંગ સાઇટ્સ સિંગલ-યુઝ પ્લાસ્ટિક ફ્રી છે અને તે તાજેતરમાં એફ.વાય.22 માટે તેની ઓપરેટિંગ ક્ષમતાના 100% માટે ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલ માટે પ્રમાણિત કરવામાં આવી છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડએ ઇન્ડિયન બિઝનેસ એન્ડ બાયોડાયવર્સિટી ઇનિશિયેટિવના જૈવવિવિધતા પ્રત્યે ‘નો નેટ લોસ’ નો અભિગમ ધરાવે છે.

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ એ રિન્યુએબલ ઉર્જાના ઉત્પાદન અને સપ્લાય થકી અત્યાર સુધી 23.6 મિલિયન ટન સીઓ-2 ઉત્સર્જનને ટાળ્યું છે, ભારતની રિન્યુએબલ એનર્જી ફૂટપ્રિન્ટને વેગ આપે છે તેમજ સ્થાનિક ઉત્પાદનને ‘આત્મનિર્ભર ભારત’ કાર્યક્રમ પ્રોત્સાહન આપે છે.‘આત્મનિર્ભર ભારત’ કાર્યક્રમ હેઠળ, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ એ વિશ્ર્વની અત્યાર સુધીની સૌથી મોટી ગ્રીન પાવર ખરીદી પર હસ્તાક્ષર કર્યા છે. જેમાં સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સાથે 4.67 ગીગાવોટ ગ્રીન પાવર સપ્લાય કરવા માટે  કરાર કર્યા છે.

કંપની પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કામગીરીની જેના પર અસર થાય છેતેવા તેમની 3.7 મિલિયન લોકો આસપાસના લોકોના જીવનને ટેકો આપવાનું ચાલુ રાખ્યુ છે,. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડની કામગીરીમાં તેની સકારાત્મક પહેલ દ્રશ્યમાન છે, આ સસ્ટેનેબિલિટી 4.0 એવોર્ડ કંપનીને તેના સસ્ટેનબીલીટી વિઝનને અનુસરવા પ્રોત્સાહિત કરી વેગ આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.